SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૨] શ્રી ભગવતી સત્ર-૪ | શતક-૧૪ પરિચય જે જે આ શતકમાં દશ ઉદ્દેશક છે તેનું વિષય-વસ્તુ આ પ્રમાણે છે. # પ્રથમ ઉદ્દેશકમાં– ભાવિતાત્મા અણગારની ચરમ અને પરમ દેવાવાસની મધ્યની ગતિનું વર્ણન છે. ત્યાર પછી ચોવીસ દંડકોમાં અનન્તરોપપત્રકાદિ, અનન્સર નિર્ગતાદિ, અનંતર-ખેદોપપન્નકાદિ, અનન્તર ખેદનિર્ગતાદિની તથા તે સર્વના આયુષ્યબંધની પ્રરૂપણા છે. છે બીજા ઉદ્દેશકમાં– વિવિધ પ્રકારના ઉન્માદ તથા તેના કારણો તેમજ ચોવીસ દંડકોમાં વિવિધ પ્રકારના ઉન્માદની મીમાંસા છે. તત્પશ્ચાત્ સ્વાભાવિક વૃષ્ટિ, દેવકૃત વૃષ્ટિ તથા દેવકૃત તમસ્કાય ઇત્યાદિ વિષયોનું નિરૂપણ છે. જે ત્રીજા ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારના શરીરની મધ્યમાં થઈને જવાનું, મહાકાય દેવના સામર્થ્ય-અસામર્થ્યનું નિરૂપણ છે. તેમજ ચોવીસ દંડકોમાં પરસ્પરનો સત્કારાદિ રૂપ વિનય, અલ્પદ્ધિક, મહદ્ધિક અને સમદ્ધિકદેવ-દેવીઓની મધ્યમાં થઈને પરસ્પર ગમનાગમનનું વર્ણન છે. અંતે સર્વનૈરયિકોના અનિષ્ટ પુદ્ગલ પરિણામ અને અજીવ પરિણામ, આ બે ભેદનું કથન કરીને પ્રજ્ઞાપના સૂત્રના સમગ્ર પરિણામ પદનો અતિદેશ કર્યો છે. જે ચોથા ઉદ્દેશકમા– પુદ્ગલ પરિણામ, જીવના સુખ દુઃખની પરિવર્તનશીલતા, પરમાણુની શાશ્વતતાનું વર્ણન છે અને જીવ-અજીવ પરિણામનું અતિદેશાત્મક કથન છે. છે પાંચમા ઉદેશમાં– ચોવીસ દંડકવર્તી જીવોનું અગ્નિમાં ગમન સામર્થ્ય, શબ્દાદિ દશ સ્થાનોમાં ઇષ્ટાનિષ્ટ સ્થાનોનો અનુભવ અને મહદ્ધિક દેવના પર્વતાદિ ઉલ્લંઘન-પ્રલંઘનના સામર્થ્ય- અસામર્થ્ય વગેરે વિષયોની પ્રરૂપણા છે. જ છઠ્ઠા ઉદ્દેશકમાં– ચોવીસ દંડકોના જીવોનો આહાર, તેનું પરિણમન, યોનિ અને સ્થિતિ, વૈમાનિક ઇન્દ્રોની દિવ્ય ભોગોપભોગ પ્રક્રિયા વગેરે વિષયોનું વર્ણન છે. છે સાતમા ઉદ્દેશકમાં– ભગવાન દ્વારા ગૌતમ સ્વામીને આ ભવ પૂર્ણ થતાં, પોતાની સમાન સિદ્ધ થવાનું આશ્વાસન અપાયું છે. ત્યાર પછી અનુત્તરૌપપાતિક દેવોની જાણવા-દેખવાની શક્તિ તથા છ પ્રકારની તુલ્યતાનું પ્રથકુ-પથવિશ્લેષણ કર્યું છે. તેમજ અનશનની આરાધના કરનાર અણગારની આહાર વિષયક આસકિત અનાસકિતની ચર્ચા છે અને અંતે લવસપ્તમ અને અનુત્તરીપપાતિક દેવસ્વરૂપનું કથન છે. છે આઠમા ઉદ્દેશકમાં– રત્નપ્રભા પૃથ્વીથી ઈષત્ પ્રાશ્મારા પૃથ્વી અને અલોક પર્વતના પ્રત્યેક સ્થાનનું પરસ્પર સ્વાભાવિક અંતર, શાલવૃક્ષ આદિના ભાવિ ભવો, અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોની આરાધકતા અને અંબડને બે ભવ પછી મોક્ષ પ્રાપ્તિ, અવ્યાબાધ દેવોની અવ્યાબાધતા, શક્રેન્દ્રની વૈક્રિય શક્તિ તથા જૈભક દેવોનું સ્વરૂપ, ભેદ, ગતિ અને સ્થિતિ વગેરે વિષયોનું નિરુપણ છે. ૪ નવમા ઉદ્દેશકમાં– ભાવિતાત્મા અણગારનું જ્ઞાન, પ્રકાશિત પુદ્ગલસ્કંધ, ચોવીસ દંડકોમાં પ્રાપ્ત થતા આત્ત-અનાર, ઇષ્ટ-અનિષ્ટ આદિ પુદ્ગલો, સૂર્યના અન્વયાર્થ તથા તેની પ્રભા આદિના
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy