SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શતક્ર–૧૩: ઉદ્દેશક-૭ [ ૧૦૧ | પછી છોડેલા આયુષ્ય કર્મ દલિકોને ફરીથી ગ્રહણ કરવાના હોય છે અને આત્યંતિક મરણમાં એકવાર છોડેલા આયુકર્મના દલિકોને ફરી કયારે ય ગ્રહણ કરવાના જ નથી. શેષ ૨૦ ભેદ બંને મરણના સમાન રીતે થાય છે. બાલમરણ:२९ बालमरणे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा !दुवालसविहे पण्णत्ते, तंजहावलयमरण, वसट्टमरण एवं जहा खदए जावगिद्धपुट्ठमरण । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બાલમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! બાર પ્રકાર છે. યથા– (૧) વલયમરણ (૨) વશાર્ત મરણ ઇત્યાદિ શતક-૨/૧ ના સ્કંદકાધિકાર અનુસાર જાણવા યાવત (૧૨) વૃદ્ધપૃષ્ઠમરણ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં બાર બાલમરણના નામ માટે શતક ૨/૧નો નિર્દેશ છે તે આ પ્રમાણે છે– (૧) વલયમરણ (૨) વશામરણ (૩) અન્તઃશલ્યમરણ (૪) તદ્ભવમરણ (૫) ગિરિપતન મરણ (૬) તરુપતનમરણ (૭) જલ પ્રવેશ (૮) અગ્નિપ્રવેશ (૯) વિષભક્ષણ (૧૦) શસ્ત્રાઘાત (૧૧) વૈહાનસમરણ (૧૨) વૃદ્ધ પૃષ્ઠ મરણ. તેના વિવેચન માટે જુઓ- ભગવતી સૂત્ર ભાગ-૧ શતક ર/૧, પૃ. ૨૫૭. પંડિત મરણ :|३० पंडियमरणे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहापाओवगमणेय भत्तपच्चक्खाणेय। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પંડિત મરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે. યથા– (૧) પાદપોગમન મરણ (૨) ભક્ત પ્રત્યાખ્યાન મરણ. ३१ पाओवगमणे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! दुविहे पण्णत्ते,तं जहाणीहारिमेय अणीहारिमेय जावणियम अपडिकम्मे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પાદપોપગમન મરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે. યથા– (૧) નિર્ધારિમ અને (૨) અનિર્ધારિમ થાવત્ અવશ્ય અપ્રતિકર્મ સુધી કથન કરવું જોઈએ. ३२ भत्तपच्चक्खाणे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा !तंचेव जहा पाओवगमणे, णवरणियम सपडिकम्मे ॥ सेव भते ! सेव भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભક્તપ્રત્યાખ્યાન મરણના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ! પાદપોપગમનની જેમ તેના પણ નિર્ધારિમ અને અનિહરિમ બે ભેદ થાય છે. તેમાં વિશેષતા એ છે કે બંને પ્રકારના ભક્ત પ્રત્યાખ્યાન મરણ અવશ્ય સપ્રતિકર્મ-શરીર સંસ્કાર સહિત જ હોય છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy