SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮: ઉદ્દેશક-૧ ૨૯ ] ભેદ હોય છે, તેથી ૨ ગંધ x ૨૩ = ૪૬ ભેદ થાય છે. પાંચ રસના ભેદ-૧૦૦:- કોઈપણ એક રસમાં પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન, તેમ ૨૦ ભેદ હોય છે. તેથી પ રસ X ૨૦ = ૧00 ભેદ થાય છે. આઠ સ્પર્શના ભેદ-૧૮૪ઃ- કોઈ પણ એક સ્પર્શમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, છ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તેમ ૨૩ ભેદ પ્રાપ્ત થાય છે. તેથી ૮ સ્પર્શ x ૨૩ = ૧૮૪ ભેદ થાય છે. યથા– જે સ્પર્શની પૃચ્છા હોય તે સ્પર્શ અને તેનો પ્રતિપક્ષી સ્પર્શ આ બંને છોડી દેવા. જેમ કે સ્નિગ્ધની પૃચ્છા હોય તો સ્નિગ્ધ અને રૂક્ષ બે સ્પર્શ છોડવા. કારણ કે જે પુદ્ગલ સ્નિગ્ધ હોય તે રૂક્ષ હોતા નથી પરંતુ શેષ છ સ્પર્શ ઠંડો, ગરમ, હળવો, ભારે, સુંવાળો અને ખરખરો, આ છે સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ સંભવિત છે. તેથી તે છ સ્પર્શની ગણના કરી છે. આ રીતે પ્રત્યેક સ્પર્શમાં સમજી લેવું જોઈએ. પાંચ સંસ્થાનના ભેદ-૧૦૦:- એક સંસ્થાનમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, તેમ ૨૦ ભેદ પ્રાપ્ત થાય છે તેથી પ સંસ્થાન x ૨૦ = ૧૦૦ ભેદ થાય છે. આ રીતે વર્ણના ૧00+ ગંધના ૪૬+ રસના ૧૦૦+ સ્પર્શના ૧૮૪+ સંસ્થાનના ૧00 ભેદ = ૫૩૦ ભેદ વિસસા પરિણત પુદ્ગલના થાય છે. વિસસા પરિણત પુદ્ગલ-પ૩૦ ભેદ વર્ણ–૧૦૦ ૧ કાળો ૨ નીલો ૩ લાલ ૪ પીળો ૫ સફેદ એક વર્ષમાં ગંધાદિ શેષ ૨૦ બોલ ૨૦૪૫ = ૧00 ગંધ-૪૬ ૧ સુગંધ ૨ દુર્ગધ એક ગંધમાં વર્ણાદિ શેષ ૨૩ બોલ ૨૩ X ૨ = ૪૬ રસ-100 ૧ કડવો ૨ કષાયેલો ૩ ખાટો ૪ મીઠો ૫ તીખો એક રસમાં વર્ણાદિ ૨૦ બોલ ૨0 x ૫ = ૧00 સ્પર્શ-૧૮૪ ૧ શીત ૨ ઉષ્ણ ૩ સ્નિગ્ધ ૪ રૂક્ષ ૫ લઘુ ૬ ગુરુ ૭ કર્કશ ૮ સુંવાળો એક સ્પર્શમાં ૫ વર્ણ, બે ગંધ ૫ રસ, છ સ્પર્શ ૫ સંસ્થાન તે ૨૩ બોલ ર૩૪૮ = ૧૮૪ સંસ્થાન–૧00 ૧ પરિમંડલ ૨વૃત્ત ૩ વ્યસ ૪ ચતુષ્કોણ ૫ આયત એક સંસ્થાનમાં વર્ણાદિ ૨૦ બોલ ૨૦ x ૫ = ૧00
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy