SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ शत-१२ : 6देश -१ | ४५ । તમે પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવો. આપણે સહુ તે પ્રચુ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરતાં, વિશેષ આસ્વાદન કરતાં, પરસ્પર આપતાં અને ભોગવતાં, પાક્ષિક પૌષધનું અનુપાલન કરતાં વિચરશું. તે શ્રમણોપાસકોએ શંખ શ્રમણોપાસકના વચનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ६ तएणं तस्स संखस्स समणोवासगस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- णो खलु मे सेयं तं विउलं असणं जाव साइमं आसाएमाणस्स विसाए माणस्स परिभाएमाणस्स परिभुजेमाणस्स पक्खियं पोसहं पडिजागर-माणस्स विहरित्तएसेयं खलु मे पोसहसालाए पोसहियस्स बंभयारिस्स उम्मुक्कमणिसुवण्णस्स ववगय- माला-वण्णग-विलेवणस्स णिक्खित्तसत्थ-मुसलस्स एगस्स अबिइयस्स दब्भसंथारो-वगयस्स पक्खियं पोसह पडिजागर-माणस्स विहरित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहेत्ता जेणेव सावत्थी णयरी, जेणेव सए गिहे, जेणेव उप्पला समणोवासिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता उप्पलं समणोवासियं आपुच्छइ, आपुच्छित्ता जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसालं अणुपविस्सइ, अणुपविस्सित्ता पोसहसालं पमज्जइ, पमज्जित्ता उच्चारपासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं संथरइ, संथरित्ता दब्भसंथारगं दुरूहइ, दुरुहित्ता पोसहसालाए पोसहिए बंभयारी जाव पक्खियं पोसह पडिजागरमाणे विहरइ । शार्थ :- उमुक्कमणिसुवण्णस्स = मा सुवा हि पडुमूल्य वस्तुने छोडीने वण्णग = व , सुगंधी 4165२. ભાવાર્થ :- ત્યાર પછી (ઘરે જતાં માર્ગમાં જ) શંખ શ્રમણોપાસકને આ પ્રકારનો વિચાર આવ્યો કે અશનાદિનું આસ્વાદન કરતાં, વિશેષ આસ્વાદન કરતાં, પરસ્પર આપતાં, ભોગવતાં પાક્ષિક પૌષધ કરવો તે મારા માટે શ્રેયસ્કર નથી, પરંતુ પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક મણિ અને સુવર્ણનો ત્યાગ કરીને; માળા, સુગંધી પાઉડર અને વિલેપનને છોડીને તથા શસ્ત્ર અને મુસળાદિનો ત્યાગ કરીને; ડાભના સંથારા સહિત અન્યની સહાયતા વિના મારે એકલાને જ પૌષધ સ્વીકાર કરીને વિચરવું શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રાવસ્તી નગરીમાં પોતાને ઘેર આવ્યા, આવીને ઉત્પલા શ્રાવિકાને પૂછીને પૌષધશાળામાં આવ્યા અને પૌષધશાળાનું પરિમાર્જન કરીને, વડીનીત અને પ્રસવણ(લઘુનીત)ની ભૂમિનું પ્રતિલેખન કરીને, ઘાસનો સંથારો બિછાવીને, તેના પર બેસીને, પૌષધ ગ્રહણ કરીને, બ્રહ્મચર્ય ભાવમાં સ્થિત થઈને, પાક્ષિક પૌષધનું પાલન કરવા લાગ્યા. विवेयन : પ્રસ્તુત સૂત્રમાં શંખ શ્રાવકના પૌષધ સ્વીકારના માધ્યમથી પૌષધનું સ્વરૂપ અને પૌષધની વિધિ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy