SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] શ્રી ભગવતી સૂત્ર-૩ अणुत्तरविमाणेसु, ईसिपब्भाराए वि । जाव हंता अस्थि । तएणं सा महतिमहालिया परिसा जाव पडिगया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ દેવલોકમાં વર્ણ સહિત અને વર્ણ રહિત દ્રવ્ય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હા, ગૌતમ! છે. આ રીતે ઈશાન દેવલોકથી યાવત્ અય્યત દેવલોક સુધી જાણવું તેમજ રૈવેયક વિમાનોમાં, અનુત્તર વિમાનોમાં અને ઇષત્ પ્રાશ્મારા પૃથ્વીમાં પણ જાણવું કે ત્યાં વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત દ્રવ્ય છે. ત્યાર પછી તે પરિષદ્ યાવત્ પાછી ગઈ. પુદગલ પરિવ્રાજકની દીક્ષા અને મુક્તિ - |१६ तएणं आलभियाए णयरीए सिंघाडग-तिय, एवं जहा सिवस्स जाव सव्वदुक्खप्पहीणे। णवरं तिदंङकुंडियं जाव धाउरत्तवत्थपरिहिए परिवडियविब्भंगे आलभियं णयरिं मझमज्झेणं णिग्गच्छइ जाव उत्तरपुरत्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता तिदंडकुंडियं च जहा खंदओ जाव पव्वइओ । सेसं जहा सिवस्स जाव अव्वाबाहं सोक्खं अणुभवंति सासयं सिद्धा। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - ત્યારપછી આલભિકા નગરીના મનુષ્યો દ્વારા પુદ્ગલ પરિવ્રાજકને પોતાની માન્યતા મિથ્યા છે તેવું જ્ઞાન થયું અને તે પણ શિવરાજર્ષિની સમાન શંકિત, કાંક્ષિત થયા, જેથી તેનું વિર્ભાગજ્ઞાન નષ્ટ થયું. તેત્રિદંડ, કુંડિકા, ભગવા વસ્ત્રો આદિ પોતાના ઉપકરણોને લઈને આલભિકા નગરીની મધ્યમાંથી નીકળ્યા, ભગવાન પાસે આવ્યા. ભગવાન દ્વારા પોતાની શંકાનું નિવારણ થઈ જતાં અંદકની જેમ ત્રિદંડ, કંડિકા અને ભગવા વસ્ત્રનો ત્યાગ કરી પ્રવ્રજિત થયા. શેષ કથન શિવરાજર્ષિની સમાન જાણવું. તે આરાધક થઈને ભાવતું મુક્ત થયા, અવ્યાબાધ શાશ્વત સુખનો અનુભવ કરવા લાગ્યા.. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I વિવેચન :સવUMા જ વUMાં જિ:- વર્ણાદિ સહિત અને વર્ણાદિથી રહિત દ્રવ્યો. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સહિતનું પુદગલ દ્રવ્ય વર્ણાદિથી સહિત છે અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ દ્રવ્ય અરૂપી છે. બાર દેવલોક આદિ લોકના કોઈ પણ સ્થાનમાં વર્ણાદિ સહિત પુદ્ગલ દ્રવ્ય પણ હોય છે અને વર્ણાદિથી રહિત ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય પણ હોય જ છે. છે શતક-૧૧/૧ર સંપૂર્ણ છે તે 5 | શતક-૧૧ સંપૂર્ણ છે ,
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy