SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ शत- ११ : ०६६-१२ પ ९ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- पभू णं भंते ! इसिभद्दपुत्ते समणोवासए देवाणुप्पियाणं अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए ? गोयमा ! णो इणट्ठे समट्ठे । इसिभद्दपुत्तेणं समणोवासए बहूहिं सीलव्वयगुणव्वय- वेरमण-पच्चक्खाण-पोसहोववासेहिं अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे बहूइं वासाइं समणोवासगपरियागं पाउणिहिइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसेहिइ, झूसेत्ता सट्ठि भत्ताइं अणसणाए छेदेहिइ, छेदेत्ता आलोइय पडिक्कं समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे अरुणाभे विमाणे देवत्ताए उववज्जिहिइ । तत्थ णं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । तत्थ णं इसिभद्दपुत्तस्स वि देवस्स चत्तारि पलिओवमाइं ठिई भविस्सइ । ભાવાર્થ:- ત્યાર પછી ભંતે ! આ પ્રકારના સંબોધનથી ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! શું શ્રમણોપાસક ૠષિભદ્રપુત્ર ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને આપની પાસે પ્રવ્રજ્યા સ્વીકાર કરશે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. પરંતુ તે અનેક શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી તથા યથાયોગ્ય સ્વીકૃત તપસ્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતાં અનેક વર્ષ પર્યંત શ્રમણોપાસક પર્યાયનું પાલન કરશે. ત્યાર પછી એક માસની સંલેખના દ્વારા સાઠ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત કરીને, સૌધર્મ કલ્પમાં અરુણાભ નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. ત્યાં ૠષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ થશે. १० से णं भंते ! इसिभद्दपुत्ते देवे ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिईक्खएणं जाव कहिं उववज्जिहिइ ? गोमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहेइ । सेवं भंते ! सेवं भंते! त्ति भगवं गोयमे जाव अप्पाणं भावेमाणे विहरइ । तएणं सम भगवं महावीरे अण्णया कयाइ आलभियाओ णयरीओ संखवणाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ૠષિભદ્રપુત્ર દેવ, તે દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? ઉત્તર– હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy