SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ દર | શ્રી ભગવતી સૂત્ર-૩ अट्ठ उवत्थाणियाओ, अट्ठ णाडइज्जाओ, अट्ठ कोडुंबिणीओ, अट्ठ महाणसिणीओ, अट्ठभंडागारिणीओ, अट्ठ अब्भाधारिणीओ, अट्ठ पुप्फधारणीओ, अट्ठ पाणिधारणीओ, अट्ठ बलिकारीओ, अट्ठ सेज्जाकारीओ, अट्ठ अभितरियाओ पडिहारीयाओ, अट्ठ बाहिरीयाओ पडिहारीयाओ, अट्ठ मालाकारीओ, अट्ठ पेसणकारीओ, अण्णं वा सुबहु हिरण्णं वा सुवण्णं वा कंस वा दूसंवा विउलधणकणग जाव संतसारसावएज्ज, अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकामं दाउं, पकामं भोत्तुं, पकामं परिभाएउं । तएणं से महब्बले कुमारे एगमेगाए भज्जाए एगमेगं हिरण्णकोडिं दलयइ, एगमेगं सुवण्णकोडिं दलयइ, एगमेगं मउडं मउडप्पवरं दलयइ, एवं तं चेव सव्वं जाव एगमेगं पेसणकारिं दलयइ, अण्णं वा सुबहु हिरण्णं वा जाव परिभाएउं । तएणं से महब्बले कुमारे उप्पि पासायवरगए जहा जमाली जाव विहरइ । ભાવાર્થ :- આઠ સોનાના થાળ, આઠ ચાંદીના થાળ અને આઠ સોના-ચાંદીના થાળ, આઠ થાળીઓ, આઠ તાંસળીઓ, આઠ કટોરા, આઠ રકાબીઓ, આઠ ચમચા, આઠ સાણસી, આઠ તવા, આઠ પાદપીઠ, આઠ ભીષિકા-આસન વિશેષ, આઠ કરોટિકા-કળશ, આઠ પલંગ, આઠ પ્રતિશય્યા-નાના પલંગ(આ પ્રત્યેક વસ્તુ સોના, ચાંદી અને સોનાચાંદીની હતી) આઠ હંસાસન, આઠ ક્રૌંચાસન, આઠ ગરુડાસન, આઠ ઉન્નતાસન, આઠ અવનતાસન, આઠ દીર્ષાસન, આઠ ભદ્રાસન, આઠ પક્ષાસન, આઠ મકરાસન, આઠ પદ્માસન, આઠદિકસ્વસ્તિકાસન, આઠ તેલના ડબ્બા, આ રીતે અનેક જાતના ડબ્બા રાજપ્રશ્રીય સૂત્રાનુસાર જાણવા યાવતુ આઠ સરસવના ડબ્બા; આઠ કુબ્બા દાસીઓ, આ રીતે દાસીઓના નામ ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવા યાવત્ આઠ પારસદેશની દાસી; આઠ છત્ર, આઠ છત્રધારિણી દાસીઓ, આઠ ચામર, આઠ ચામરધારિણી દાસીઓ, આઠ પંખા, આઠ પંખાધારિણી દાસીઓ, આઠ કરોટિકા, કળશ, આઠ કળશધારિણી દાસીઓ; આઠ ક્ષીરધાત્રીઓ, યાવતુ આઠ અંકધાત્રીઓ, આઠ અંગમર્દિકા, (શરીરનું અલ્પ મર્દન કરનારી દાસીઓ) આઠ ઉન્મર્દિકા (અધિક મર્દન કરનારી દાસીઓ), આઠ સ્નાન કરાવનારી દાસી, આઠ અલંકાર પહેરાવનારી દાસીઓ, આઠ ચંદન ઘસનારી દાસીઓ, આઠ તાંબૂલચૂર્ણ પીસનારી દાસીઓ, આઠ કોષ્ટાગારની રક્ષા કરનારી, આઠ પરિહાસ કરનારી, આઠ સભામાં પાસે રહેનારી, આઠ નાટક કરનારી, આઠ કુટુંબની સાથે પગ– પાળા ચાલનારી, આઠ રસોઈ બનાવનારી, આઠ ભંડારની રક્ષા કરનારી, આઠ અભ્રક ધારણ કરનારી, આઠ પુષ્પધારણ કરનારી, આઠ પાણી ભરનારી, આઠ બલિ કરનારી, આઠ શય્યા બિછાવનારી, આઠ આત્યંતર પ્રતિહારિકાઓ અને આઠ બાહ્ય પ્રતિહારિકાઓ, આઠ માળા બનાવનારી અને આઠ પેષણ કરનારી દાસીઓ (ઘઉં આદિ અનાજને પીસનારી દાસીઓ) આપી. તે સિવાય વિપુલ હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર તથા વિપુલ ધન, કનક આદિ સારભૂત દ્રવ્ય આપ્યું, જે સાત પેઢી સુધી ઇચ્છાપૂર્વક દેવા માટે, ભોગવવા માટે અને ભાગ કરવા માટે પર્યાપ્ત હતું.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy