SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ | ५७८ श्री भगवती सूत्र-3 खिप्पामेव परिवडिए । ભાવાર્થ - ત્યારપછી શિવરાજર્ષિએ, અનેક મનુષ્યો પાસેથી આ વાત સાંભળીને, અવધારણ કરીને શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ, ભેદયુક્ત અને કલુષિત ભાવને પ્રાપ્ત થયા. શંકિત, કાંક્ષિત યાવત કલુષિત ભાવને પ્રાપ્ત થયેલા શિવરાજર્ષિનું તે વિભંગજ્ઞાન નામક અજ્ઞાન તુરંત જ નષ્ટ થયું. શિવરાજર્ષિની દીક્ષા અને મુક્તિ - १९ तएणं तस्स सिवस्स रायरिसिस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव सव्वण्णू सव्वदरिसी आगास- गएणं चक्केणं जाव सहसंबवणे उज्जाणे अहापडिरूवं जाव विहरइ । तं महाफलं खलु तहारूवाणं अरहताणं भगवंताणं णामगोयस्स एवं जहा उववाइए जाव गहणयाए। तं गच्छामि णं समणं भगवं महावीरं वदामि जाव पज्जुवासामि, एयं णे इहभवे य परभवे य जाव भविस्सइ त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता जेणेव तावसावसहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तावसावसहं अणुप्पविसइ, अणुप्पविसित्ता सुबहुं लोही-लोहकडाह जाव किढिणसंकाइयगं च गेण्हइ, गेण्हित्ता तावसावसहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता परिवडियविन्भंगे हत्थिणाउरंणयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सहसंबवणे उज्जाणे, जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे जाव पंजलिउडे पज्जुवासइ । तएणं समणे भगवं महावीरे सिवस्स रायरिसिस्स तीसे य महइमहालियाए परिसाए धम्म परिकहेइ जाव आणाए आराहए भवइ । ભાવાર્થ :- ત્યાર પછી શિવરાજર્ષિને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે ધર્મના આદિકર, સર્વજ્ઞ, સર્વદર્શી, જેની આગળ આકાશમાં ધર્મચક્ર ચાલે છે, તેવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં સહસામ્રવન ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને યાવત્ વિચરે છે. આ રીતે અરિહંત ભગવાનના નામ-ગોત્રના શ્રવણનું પણ મહાફળ છે, તો તેની સન્મુખ જવું, વંદન કરવા, ઇત્યાદિનું તો કહેવું જ શું? ઇત્યાદિ સમસ્ત કથન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તીર્થકરના એક પણ આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ પણ મહાફળદાયક છે, તો વિપુલ અર્થને અવધારણ કરવા, તેનું તો કહેવું જ શું? તેથી હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે જાઉં, વંદન-નમસ્કાર કરી, તેમની પર્યાપાસના કરું. તે મારા માટે આ ભવ અને પરભવમાં શ્રેયસ્કારી થશે.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy