SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૬૮ ] શ્રી ભગવતી સૂત્ર-૩ સહિત અતિ વિશાલ રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યો, તત્પશ્ચાતુ અત્યંત કોમળ અને સુગંધિત વસ્ત્રો દ્વારા તેનું શરીર લુછયું, ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, યાવતુ જમાલીના વર્ણનાનુસાર તેને કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત કર્યો. ત્યાર પછી હાથ જોડીને શિવભદ્ર કુમારને જય-વિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને ઔપપાતિક સુત્રમાં વર્ણિત કોણિક રાજાના પ્રસંગાનુસાર ઇષ્ટ, કાંત અને પ્રિય શબ્દોથી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે “તમે દીર્ધાયુ થાઓ, ઇષ્ટજનોથી યુક્ત થઈને હસ્તિનાપુર નગર તથા અન્ય અનેક ગ્રામાદિનું તથા પરિવાર, રાજ્ય અને રાષ્ટ્ર આદિનું સ્વામીપણું ભોગવતા વિચરો;” ઇત્યાદિ કહીને જય જય શબ્દનું ઉચ્ચારણ કર્યું. શિવભદ્રકુમાર રાજા બન્યા, તે મહાહિમવાન પર્વતની જેમ રાજાઓમાં મુખ્ય બનીને રાજ્યનું શાસન કરતાં વિચરવા લાગ્યા. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં શિવરાજાના તાપસવ્રત સ્વીકારવાના સંકલ્પનું નિરૂપણ છે. દિશા પ્રોક્ષક તાપસ પ્રવજ્યા :- પ્રસ્તુત સૂત્રમાં તત્કાલીન પ્રચલિત અનેક તાપસ પ્રવ્રજ્યાનો ઉલ્લેખ છે, જે ભાવાર્થથી સ્પષ્ટ છે. તેમાંથી શિવરાજાએ દિશાપ્રોક્ષક પ્રવ્રજ્યા સ્વીકાર કરવાનો વિચાર કર્યો. તે પ્રવ્રજ્યામાં જલાભિષેક દ્વારા દિશાના પૂજન કરવાનું પ્રાધાન્ય હોય છે. દિક ચકવાલ તપ:- છઠના પારણાના દિવસે પૂર્વ દિશાની પૂજા કરી તેના સ્વામી દેવની આજ્ઞા લઈને ત્યાં જે ફળ આદિ હોય તે ગ્રહણ કરીને વાપરવા, પછી બીજા પારણાના દિવસે દક્ષિણ દિશામાં, આ રીતે જે તપમાં સર્વ દિશાઓમાં ક્રમશઃ પૂર્વોક્ત વિધિવત્ પારણુ કરાય છે, તેને ' દિચક્રવાલ તપ' કહેવાય છે. દિશાપોષક તાપસ પ્રવજ્યા ગ્રહણ:| ५ तएणं से सिवे राया अण्णया कयाई सोभणंसि तिहि करण-दिवस-मुहुत्तणक्खतसि विउलं असण-पाण-खाइम-साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता मित्त- णाइ-णियग सयण संबंधी परिजणं रायाणो य खत्तिया य आमंतेइ, आमंतेत्ता तओ पच्छा पहाए जाव विभूसियसरीरे भोयणवेलाए भोयणमंडवंसि सुहासणवरगए तेणं मित्त-णाइ-णियगसयण-संबंधि-परिजणेणं राएहि य खत्तिए हि य सद्धिं विउलं असण-पाण-खाइम-साइम एवं जहा तामली जावसक्कारेइ, सम्माणेइ, सक्कारिता सम्माणित्ता तं मित्त-णाइ-णियग-सयण-संबधि परिजणं रायाणो य खत्तिए य सिवभदं च रायाणं आपुच्छइ, आपुच्छित्ता सुबई लोही-लोहकडाह-कडुच्छुयं तबियं तावसभंडगं गहाय जे इमे गंगाकूलगा वाणपत्था तावसा भवंति,तं चेव जावतेसिं अंतियं मुंडे भवित्ता दिसापोक्खिय तावसत्ताए पव्वइए । पव्वइए वि य णं समाणे अयमेयारूवं अभिग्गहं अभिगिण्हइ- कप्पइ मे जावज्जीवाए छटुं छटेणं तं चेव जाव अभिग्गहं
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy