SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર–૩ હે ગૌતમ ! તેમ નથી; ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન ચમરેન્દ્રની સમાન જાણવું જોઈએ, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે નિત્ય છે અને પર્યાયર્થિકનયથી પૂર્વના ચ્યવે છે અને નવા ઉત્પન્ન થાય છે. ૫૧૦ ८ अत्थि णं भंते ! ईसाणस्स देविंदस्स देवरण्णो तायतीसगा देवा ? गोयमा ! जहा सक्कस्स, णवरं चंपाए णयरीए जाव उववण्णा । जप्पभिई चणं भंते ! चंपिज्जा तायत्तीसं सहाया, सेसं तं चेव जाव अण्णे उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ત્રાયસ્વિંશક દેવો છે ? ઉત્તર– હે ગૌતમ ! શક્રેન્દ્રની સમાન ઈશાનેન્દ્રનું પણ વર્ણન જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે તે શ્રમણોપાસકો ચંપાનગરીમાં રહેતા હતા. શેષ સંપૂર્ણ વર્ણન શક્રેન્દ્રના ત્રાયસ્વિંશક દેવોની સમાન જાણવું યાવત્ અન્ય નવા ઉત્પન્ન થાય છે. ९ अत्थि णं भंते ! सणकुमारस्स देविंदस्स देवरण्णो, નોયમા ! હતા અસ્થિ । सेकेणणं भंते एवं वुच्चइ ? गोयमा ! जहा धरणस्स तहेव । एवं जाव अच्चुयस्स जाव अण्णे વવપ્નતિ ॥ સેવ મતે ! સેવ મતે ! ॥ પુચ્છા ? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારેન્દ્રના ત્રાયશ્રિંશક દેવો છે ? ઉત્તર– હા, ગૌતમ છે. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારના ત્રાયશ્રિંશક દેવો છે ? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ધરણેન્દ્રના વિષયમાં(કથાનક રહિત) વર્ણન છે, તે જ રીતે સનત્કુમારના વિષયમાં કહેવું જોઈએ. આ રીતે અચ્યુત દેવલોક સુધી જાણવું જોઈએ, યાવત્ પૂર્વના ચ્યવે છે અને નવા ઉત્પન્ન થાય છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ૨૦ ભવનપતિ અને ૧૦ વૈમાનિક એમ ૩૦ ઇન્દ્રોના ત્રાયશ્રિંશક દેવો વિષયક વર્ણન છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આ ચાર જાતિના દેવોમાં વ્યંતર અને જ્યોતિષી દેવોમાં તથાપ્રકારના સ્વભાવે ત્રાયત્રિંશક દેવો હોતા નથી. તેથી ભવનપતિ અને વૈમાનિક દેવોના જ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy