SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ ] શ્રી ભગવતી સૂત્ર-૩ जप्पभियं च णं भंते ! बिभेलगा तायत्तीसं सहाया गाहावई समणोवासगा बलिस्स वइरोयर्णिदस्स वइरोयणरण्णो तायत्तीसगदेवत्ताए उववण्णा, सेसं तं चेव जाव णिच्चे अव्वोच्छित्तिणयट्ठयाए, अण्णे चयंति, अण्णे उववज्जति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વૈરોચનરાજ વૈરોચનેન્દ્ર બલિના ત્રાયસ્વિંશક દેવ છે? ઉત્તર– હા, ગૌતમ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે વૈરોચનરાજ વેરોચનેન્દ્ર બલિના તેત્રીસ ત્રાયન્ટિંશક દેવ છે? ઉત્તર- હે ગૌતમ ! તે કાલે, તે સમયે આ જંબુદ્વીપના ભારતવર્ષમાં બિભેલ નામનો સન્નિવેશ હતો. તેનું વર્ણન જાણવું. તે બિભેલ સન્નિવેશમાં પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસકો રહેતા હતા. ઇત્યાદિ જે રીતે ચમરેન્દ્રના ત્રાયન્ટિંશકદેવોનું વર્ણન કર્યું છે, તે જ રીતે જાણવું જોઈએ, તે ૩૩ શ્રમણોપાસકો ત્રાયન્ટિંશક દેવરૂપે ઉત્પન્ન થયા છે. પ્રશ્ન- હે ભગવન્! જ્યારથી તે બિભેલ સન્નિવેશવાસી પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસકો વિરોચનરાજ વૈરોચનેન્દ્ર બલિના ત્રાયશ્વિંશક દેવરૂપે ઉત્પન્ન થયા, શું ત્યારથી જ વૈરોચનરાજ વૈરોચનેન્દ્ર બલિના ત્રાયશ્ચિંશક દેવ છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. જ્યારથી બિભેલ સન્નિવેશ નિવાસી ૩૩ શ્રમણોપાસકો વિરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિના ત્રાયસ્વિંશક દેવપણે ઉત્પન્ન થયા ત્યારથી જ તે છે તે પ્રમાણે નથી યાવત્ અશ્રુચ્છિત્તિનય-દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે નિત્ય છે, પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પૂર્વના ઐવે છે અને બીજા નવા ઉત્પન્ન થાય છે. ६ अत्थि णं भंते ! धरणस्स णागकुमारिंदस्स णागकुमाररण्णो तायत्तीसगा देवा? નોય !હંત ત્કિા से केणटेणं भंते ! जाव तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ? गोयमा ! धरणस्स णागकुमाररिंदस्स णागकुमाररण्णो तायत्तीसगाणं देवाणं सासए णामधेज्जे पण्णत्ते, जंण कयाई णासी जाव अण्णे चयति अण्णे उववज्जति । एवं भूयाणंदस्स वि एवं जाव महाघोसस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્રના ત્રાયસ્વિંશક દેવો છે? ઉત્તર- હા, ગૌતમ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્રના ત્રાયસ્વિંશક દેવો છે?
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy