SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ] શ્રી ભગવતી સૂત્ર-૩ બાર પ્રકારની વ્યવહાર ભાષા:(૧) આમંત્રણી– આમંત્રણ કરવું. જેમ કે- હે ભગવન્! હે દેવદત્ત! (૨) આજ્ઞાપની- અન્યને કોઈ કાર્ય કરવા માટે પ્રેરણા આપવી. યથા- બેસો, ઊઠો (૩) યાચની– યાચના માટે પ્રયુક્ત થતી ભાષા. યથા– મને સિદ્ધિ આપો. (૪) પૃચ્છની– અજ્ઞાત અને સંદિગ્ધ પદાર્થોને જાણવા માટે પ્રયુક્ત થતી ભાષા. યથા- તેનો અર્થ શું છે? (૫) પ્રજ્ઞાપની- ઉપદેશ કે નિવેદન કરવા માટે પ્રયુક્ત થતી ભાષા. યથા– હિંસા દુર્ગતિનું કારણ છે. (6) પ્રત્યાખ્યાની– નિષેધાત્મક ભાષા. યથા- હું ચોરી કરીશ નહીં. (૭) ઇચ્છાનુલોમા- અન્યની ઇચ્છાને અનુકૂળ ભાષા. યથા- તમે જે કરો છો તે મને પણ ઇષ્ટ છે. તમે જેમ કહેશો તેમ કરશું. (૮) અનભિગૃહીતા– નિશ્ચિત અર્થનું જ્ઞાન ન કરાવનારી ભાષા. યથા– અનેક કાર્ય કરવાના હોય, ત્યારે કોઈ વ્યક્તિ પૂછે કે હું શું કરું?” તેને પ્રત્યુત્તર અપાય કે “તમને રુચે તેમ કરો. તેમાં નિશ્ચિત આદેશ થતો નથી. (૯) અભિગૃહીતા- નિશ્ચિત અર્થનો બોધ કરાવનારી ભાષા. યથા- “અત્યારે આ જ કાર્ય કરવું જોઈએ.” (૧૦) સંશયકરણી- અનેકાર્થક વાચક શબ્દ પ્રયોગ કરવો. યથા- સૈધવ શબ્દ “પુરુષ', “અશ્વ' અને ‘લવણ’ તે ત્રણેનો વાચક છે. તેના ઉચ્ચારણથી શ્રોતાને સંશય ઉત્પન્ન થાય છે. (૧૧) વ્યાકતા- સ્પષ્ટ અર્થવાળી ભાષા અથવા લોકપ્રસિદ્ધ અર્થવાળી ભાષા. યથા- ઘટને ઘટ, સાધુના વસ્ત્ર, પાત્રાદિને ધાર્મિક ઉપકરણ કહેવા. (૧૨) અવ્યાકૃતા- અસ્પષ્ટ ઉચ્ચારણવાળી ભાષા અથવા અતિ ગંભીર અર્થવાળી ભાષા. યથા– ડિલ્થ ડવિત્થ આદિ શબ્દોનું ઉચ્ચારણ કરવું. શતક-૧૦/૩ સંપૂર્ણ છે ?
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy