SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧૦: ઉદ્દેશક-૩ ૪૯૫ શતક-૧૦ : ઉદ્દેશક-૩ જ સંક્ષિપ્ત સાર છે જે આ ઉદ્દેશકમાં દેવની ઉલ્લઘંન શક્તિ, અન્ય દેવ-દેવીની વચ્ચે જવાનું સામર્થ્ય, ઘોડાની ખુ-ખું ધ્વનિનું કારણ અને બાર પ્રકારની વ્યવહાર ભાષાનું નિદર્શન છે. ભવનપતિથી વૈમાનિક પર્વતના દેવો પોતાના આવાસથી ચાર-પાંચ આવાસ સુધી આત્મ ઋદ્ધિથી જાય છે. ત્યારપછી ઉત્તર વૈક્રિય શરીર બનાવીને જાય છે. દેવ-દેવીને અન્ય દેવ કે દેવીની મધ્યમાંથી પસાર થવા માટે વિવિધ પ્રકારની મર્યાદા હોય છે(૧) મહદ્ધિક દેવ-દેવી અલ્પદ્ધિક દેવ-દેવીની મધ્યમાંથી ગમે ત્યારે, ગમે તે રીતે અર્થાતુ વિમોહિત કરીને અથવા વિમોહિત કર્યા વિના પણ જઈ શકે છે. (૨) અલ્પદ્ધિક દેવ-દેવી મહદ્ધિક દેવ-દેવીની મધ્યમાંથી જઈ શકતા નથી. (૩) સમદ્ધિક દેવ-દેવી, સમદ્ધિક દેવ-દેવીની મધ્યમાંથી જઈ શકે છે, પરંતુ તે દેવ-દેવી અસાવધાન (પ્રમત્ત) હોય ત્યારે તેને વિમોહિત કરીને જ જઈ શકે છે. ઘોડો જ્યારે દોડે છે, ત્યારે તેના હૃદય અને યકૃતની વચ્ચે કર્કટ નામનો વાયુ ઉત્પન્ન થાય છે, તેથી દોડતો ઘોડો ખુ-ખુ ધ્વનિ કરે છે. * આ પ્રજ્ઞાપના સુત્રોક્ત આમંત્રણી આદિ બાર પ્રકારની ભાષા તેમજ અમે આશ્રય કરીશું, શયન કરીશું આદિ ભવિષ્યકાલીન ભાષા પ્રયોગ વ્યવહાર ભાષા છે અને તે ભાષા પ્રજ્ઞાપની છે. આ રીતે આ ઉદ્દેશકમાં મુખ્યતયા દેવશક્તિનું નિરૂપણ છે.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy