SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪૧૪ | શ્રી ભગવતી સૂત્ર-૩ પરિવારથી પરિવૃત્ત થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે પાંચ અભિગમપૂર્વક જવા લાગ્યા. તે અભિગમ આ પ્રકારે છે– (૧) સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો (૨) અચિત્ત દ્રવ્યોનો ત્યાગ ન કરવો અર્થાતુ વસ્ત્રાદિને સંકોરીને વ્યવસ્થિત કરવા (૩) વિનયથી શરીરને અવનત કરવું(નીચે તરફ ઝૂકાવવું) (૪) ભગવાન દષ્ટિગોચર થાય ત્યારથી જ બંને હાથ જોડવા અને (૫) મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમપૂર્વક જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા ત્યાં આવીને, ભગવાનને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરીને, વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરીને અર્થાત્ ઋષભદત્ત બ્રાહ્મણની સાથે રહીને પોતાના પરિવાર સહિત શુશ્રુષા કરતાં અને નમન કરતાં, સન્મુખ રહીને, વિનયપૂર્વક હાથ જોડીને ઉપાસના કરવા લાગ્યા. વિવેચન :આVIIIણ વ – કેવળજ્ઞાની તીર્થકર પ્રભુવિહાર કરતા હોય ત્યારે તેમની સાથે આકાશમાં ચક(ધર્મચક્ર) રહે છે તેમજ છત્ર, ચામર, સિંહાસન અને ધર્મધ્વજ પણ આકાશમાં સાથે ચાલે છે, તેવો ઉલ્લેખ ઔપપાતિક આદિ સૂત્રોમાં જોવા મળે છે. સમવસરણમાં આ સર્વ અતિશયો યથાસ્થાને સ્થિત હોય છે અને વિહાર સમયે આકાશમાં સાથે ચાલે છે. અનેક આગમોમાં સમવસરણના વર્ણનમાં છત્તા તિત્થરાફર્સ પાઠ જોવા મળે છે. તે પાઠમાં છત્ર આદિને અતિશયરૂપે કહ્યા છે. તે પાઠમાં ચક્રચામર આદિનો સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ “ આદિ શબ્દમાં તેનો સમાવેશ થાય છે. વિહાર તથા સમવસરણ આ બંને પ્રકારના આગમ પાઠ જોતાં એમ સમજાય છે કે તીર્થકર પ્રભુના વિહાર સમયે ચક્રની પ્રમુખતાએ છત્રાદિ અતિશય સાથે ચાલે છે અને સમવસરણમાં લોકોને દૂરથી દેખાતા અતિશયોમાં છત્રની પ્રમુખતા હોય છે. પ્રસ્તુત સૂત્રોમાં ઉપરોક્ત વિહાર અને સમવસરણ બંને પ્રકારના પાઠ છે. અષભદત્ત અને દેવાનંદાની દીક્ષા તથા મુક્તિઃ|७ तएणं सा देवाणंदा माहणी आगयपण्हाया पप्फुयलोयणा संवरियवलयबाहा कंचुयपरिक्खित्तिया धाराहयकलंबगं पिव समूसवियरोमकूवा समणं भगवं महावीर अणिमिसाए दिट्ठीए पेहमाणी पेहमाणी चिट्ठइ । શબ્દાર્થ :- આય પઠ્ઠા = સ્તનમાં દૂધ આવ્યું પણુયેનોય = નયનો હર્ષિત થયા સંવરવતયવાહી = હર્ષથી ફૂલાતી સંકુચિત વલયયુક્ત ભુજાવાળી વૃયપરિવરવત્તિયાં - કંચુકી દૂધથી ભીંજાઈ ગઈ, થરાયવર ના = મેઘધારાથી વિકસિત કદંબ પુષ્પની જેમ સમૂલવિયોવૂpવા= રોમરાય વિકસિત થયા, સંપૂર્ણ શરીર રોમાંચિત થયું. ભાવાર્થ :- ત્યાર પછી દેવાનંદા બ્રાહ્મણીના સ્તનોમાં દૂધ વહેવા લાગ્યું. તેના નેત્રો આનંદાશ્રુઓથી
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy