SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ | ४१० । श्री भगवती सूत्र-3 બ્રાહ્મણકુંડ પડ્યું હતું. બદષભદત્ત અને દેવનંદાનું દર્શનાર્થ ગમન:| २ तएणं से उसभदत्ते माहणे इमीसे कहाए उवलद्धढे समाणे हद्वतुट्ठ जाव हियए, जेणेव देवाणंदा माहणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवाणंद माहणिं एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! समणे भगवं महावीरे आइगरे जाव सव्वण्णू सव्वदरिसी, आगासगएणं चक्केणं जाव सुहंसुहेणं विहरमाणे बहुसालए चेइए अहापडिरूवं जाव विहरइ । तं महाफलं खलु देवाणुप्पिया ! तहारूवाणं अरहताणं भगवंताणं णामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमणवंदणणमंसण-पडि-पुच्छण-पज्जुवासणयाए, एगस्स वि आरियस्स धम्मियस्स सुवयणस्स सवण-याए, किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए; तं गच्छामो णं देवाणुप्पिए ! समणं भगवं महावीरं वंदामो णमंसामो जाव पज्जुवासामो; एयं णं इहभवे य, परभवे य हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्ताए भविस्सइ । तएणं सा देवाणंदा माहणी उसभदत्तेणं माहणेणं एवं वुत्ता समाणी हट्ठ तुट्ठा जावविसप्पमाणहियया, करयल जाव कटु उसभदत्तस्स माहणस्स एयमट्ठ विणएण पडिसुणेइ । शार्थ:- आगासगएण चक्केण = माशगत यहियाए= हितरी सुहाए = सुपारी खमाए = क्षेभारी णिस्सेसाए नि:श्रेयसरी आणुगामियत्ताए अनुगमन शवनारी शुभ અનુબંધ કરાવનારી] ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનની વાત સાંભળીને તે ઋષભદત્ત બ્રાહ્મણ અત્યંત પ્રસન્ન થયા યાવતુ ઉલ્લસિત હૃદયવાળા થયા અને જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી, ત્યાં તેની પાસે આવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તીર્થની આદિ કરનારા વગેરે નમોત્થણમાં કથિત સર્વગુણ સંપન્ન, સર્વજ્ઞ-સર્વદર્શી, આકાશમાં રહેલા ચક્રથી યુક્ત, શ્રમણ ભગવાન મહાવીર સુખપૂર્વક વિહાર કરતાં અહીં પધાર્યા છે અને બહુશાલક નામના ઉધાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને વિચરે છે. હે દેવાનુપ્રિયે! તથારૂપના અરિહંત ભગવાનના નામગોત્રના શ્રવણનું પણ મહાન ફળ છે, તો તેની સન્મુખ જવું, વંદન-નમસ્કાર કરવા, પ્રશ્ન પૂછવા અને પર્યાપાસના કરવી આદિના ફળનું તો કહેવું જ શું? યથા– એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળવાનું મહાફળ થાય છે, તો પછી વિપુલ અર્થને ગ્રહણ કરવાનું મહાફળ હોય, તેમાં તો કહેવું જ શું? તેથી હે દેવાનુપ્રિયે! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીએ; ધર્મશ્રવણ આદિ કરીને, તેમની પર્યાપાસના કરીએ, આ કાર્ય આપણા માટે આ લોક અને પરલોકમાં હિતકારી, સુખકારી, ક્ષેમકારી, નિઃશ્રેયસકારી અને શુભ અનુબંધને માટે
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy