SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ | શ્રી ભગવતી સૂત્ર-૩ સનો જ ઉત્પાદ અને ઉદ્વર્તન – સત્ અર્થાત્ નૈરયિક આદિ ભવમાં વિદ્યમાન નરયિક આદિ જ નૈરયિક આદિમાં ઉત્પન્ન થાય છે. કોઈ પણ જીવ પોતાના પૂર્વભવનું આયુષ્ય પૂર્ણ કરે કે તુરંત જ તેને જે ગતિમાં ઉત્પન્ન થવાનું હોય, તે ગતિના આયુષ્યનો ઉદય થઈ જાય છે. તે નિયમાનુસાર નરકમાં ઉત્પન્ન થનાર જીવનેવિગ્રહગતિમાં જ નરકાયુનો ઉદય થઈ જાય છે. નરકાયુનો ઉદય થઈ જાય ત્યાર પછી તે જીવ ભાવનારક કહેવાય છે. જ્યારે તે નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે સ-ભાવનારક જ હોય છે. તેથી સૂત્રમાં કહ્યું છે કે ભાવનૈરયિક જ નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં સમજવું જોઈએ. તે જ રીતે સવિદ્યમાન નારકોનું જ ઉદ્વર્તન-મરણ થાય છે. નારક ભાવસહિત(નરકાયુમાં વર્તતા) નૈરયિકનું જ મરણ થાય છે. રયતીતિ બનાવો :- અહીં શાસ્ત્રકારે વચન પ્રયોગની વિશેષતા દર્શાવી છે. જેમ નીચેથી ઉપરની તરફ જતાં પાણીને ઉછળતું પાણી અને ઉપરથી નીચે ટપકતા પાણીને યુવતુ પાણી કહેવાય છે. તેમાં ઉછળતાં પાણીને યુવતુ અને ચુવતા પાણીને ઉછળતું પાણી કહેવાતું નથી તે જ રીતે જ્યોતિષી અને વૈમાનિક દેવો મરીને પ્રાયઃ ઊંચેથી નીચે અર્થાત તિરછાલોકમાં જન્મ ધારણ કરે છે તેથી તેના મરણને ચ્યવન કહેવાય છે. તેના માટે ઉદ્વર્તન શબ્દનો પ્રયોગ થતો નથી. તેથી આગમોમાં અનેક સ્થાને કહ્યું છે કે જ્યોતિષી અને વૈમાનિકોમાં ઉદ્વર્તનના સ્થાને ચ્યવન શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. સમા(વિદ્યમાન સ્થાનમાં) જ ઉત્પત્તિ – નો મત ખેર ૩૧વનંતિ... આ સૂત્રોમાં શબ્દ આર્ષ પ્રયોગ છે, તેથી વિભક્તિની અપેક્ષાએ હજુ આ સપ્તમી વિભક્તિનો પ્રયોગ સમજવો જોઈએ. તેથી પ્રશ્નનું તાત્પર્ય એ છે કે નરકમાં નારકો સતુ-વિદ્યમાન હોય ત્યારે ત્યાં અન્ય નારકો ઉત્પન્ન થાય છે? કે નારકો અસત્-વિદ્યમાન ન હોય ત્યારે અન્ય નારકો ત્યાં ઉત્પન્ન થાય છે? જે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે, તે પહેલેથીજ ઉત્પન્ન થયેલા સતુ નૈરયિકોમાં જ ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિકોમાં નહીં, કારણ કે લોક શાશ્વત હોવાથી નારક આદિ કોઈપણ ગતિમાં જીવોનો સદૈવ સદ્ભાવ જ હોય છે. કોઈપણ ગતિ કદાપિ જીવ રહિત થતી નથી. તેથી પ્રત્યેક જીવની સતુમાં જ ઉત્પત્તિ અને ઉદ્વર્તના આદિ થાય છે. પારે સરથા:- ગાંગેય અણગાર ત્રેવીસમા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથના શાસનના શ્રમણ હતા. તેથી ભગવાન મહાવીરે લોક શાશ્વત છે. તે કથનની પુષ્ટિ પ્રભુ પાર્શ્વનાથના કથનથી કરી છે. કેવળજ્ઞાનનું સામર્થ્યઃ५६ सयं भंते ! एवं जाणह, उदाहु असयं, असोच्चा एए एवं जाणह, उदाहु सोच्चासओ णेरइया उववज्जति, णो असओणेरइया उववजति; जावसओ वेमाणिया चयति णो असओ वेमाणिया चयंति? गंगेया ! सयं एए एवं जाणामि, णो असयं; असोच्चा एए एवं जाणामि, णो सोच्चा- सओ णेरइया उववजंति, णो असओ णेरइया उववज्जति जाव
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy