SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૯: ઉદ્દેશક-૩૧ હ૧૩. મિથ્યાત્વના પર્યાય ક્રમશઃ ક્ષીણ થતાં-થતાં અને સમ્યગુદર્શનના પર્યાય ક્રમશઃ વધતાં-વધતાં ક્રિયારુચિરૂ૫ સમ્યગુ દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી તે વિભંગ નામનું અજ્ઞાન, સમ્યક્ત્વ યુક્ત થાય છે અને શીધ્ર અવધિજ્ઞાન રૂપે પરિવર્તિત થાય છે. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં કેવળી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના સદુગણોના પ્રભાવે અને કર્મના ક્ષયોપશમ તથા ક્ષયથી વ્યક્તિને પ્રાપ્ત થતાં વિર્ભાગજ્ઞાન, સમ્યગદર્શન, અવધિજ્ઞાન અને કેવળજ્ઞાનની પ્રાપ્તિના ક્રમને પ્રદર્શિત કર્યો છે. તે જીવને તપની આરાધના અને કષાયોની ઉપશાંતતા વગેરે ગુણોના વિકાસથી વિર્ભાગજ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર પછી સમગ્સ પત્તા વરરં દિવઝ તે વિભંગજ્ઞાનીને જિનાનુમત શ્રમણધર્મની રુચિ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સમકિતની દશ પ્રકારની રુચિનું કથન છે. તેમાં આઠમી ક્રિયા રુચિનું કથન છે. તે વિભંગજ્ઞાનીને ક્રિયા રુચિ થાય છે અને ક્રિયાનું આચરણ કરતાં વ્યવહાર સમકિત પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી તે ચારિત્ર-બાહ્યવેષનો સ્વીકાર કરે છે. ક્રિયાની તીવ્રતમ રુચિ અને તેના આચરણથી જ તેના મિથ્યાત્વના દલિકોનો નાશ થાય છે, સમ્યકત્વના પર્યવોની વૃદ્ધિ થાય છે. આ રીતે સુત્રોક્ત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે અસોચ્ચા વિભંગજ્ઞાનીને પહેલાં વ્યવહાર સમકિત અને વ્યવહાર ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી નિશ્ચય સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થાય છે. દા-ક્સપોમ-વેસTI :- ફુદી- વિદ્યમાન પદાર્થોને જાણવા માટેની ચેષ્ટા. પોદ- આ ઘટ છે, પટ નથી; આ રીતે વિપક્ષના નિરાકરણપૂર્વક વસ્તુતત્ત્વનો વિચાર. માન-માર્ગણા. પદાર્થમાં વિદ્યમાન ગુણોની વિચારણા. નવેસ- વ્યતિરેક ધર્મના નિરાકરણ રૂપ વિચારણા. ચારે ય શબ્દોનો સમ્મિલિત અર્થ છે– સ્વીકૃત ધર્મ તત્ત્વોમાંથી કોઈપણ વિષયમાં સ્કૂલ, સૂક્ષ્મ, સૂકમતમ અનુપ્રેક્ષા-વિચારણામાં તલ્લીન થવું અસોચ્ચા(અન્યલિંગી) અવધિજ્ઞાનીની અદ્ધિઃ१२ से णं भंते ! कइसु लेस्सासु होज्जा ? गोयमा ! तिसु विसुद्धलेस्सासु होज्जा, तं जहा- तेउलेस्साए, पम्हलेस्साए, सुक्कलेस्साए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! તે અવધિજ્ઞાનીને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ હોય છે યથા– તેજોલેશ્યા, પઘલેશ્યા અને શુભેચ્છા. १३ से णं भंते ! कइसु णाणेसु होज्जा? गोयमा ! तिसु आभिणिबोहियणाणसुयणाण-ओहिणाणेसु होज्जा ।
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy