SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શ્રી ભગવતી સૂત્ર–૩ करेइ; अत्थेगइए कप्पोवएसु वा कप्पाईएसु वा उववज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! જે જીવ જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરે છે તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! કેટલાક જીવ, તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે; કેટલાક જીવ બે ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે; કેટલાક જીવ કલ્પોપપન્ન અથવા કલ્પાતીત દેવલોકોમાં ઉત્પન્ન થાય છે. ९ उक्कोसियं णं भंते! दंसणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ? गोया ! जहेव णाणाराहणा तहेव दंसणाराहणा जाव कप्पाईएसु वा उववज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ દર્શનની ઉત્કૃષ્ટ આરાધના કરે છે, તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાના વિષયમાં કહ્યું છે, તે રીતે ઉત્કૃષ્ટ દર્શન આરાધનાના વિષયમાં પણ જાણવું જોઈએ. १० उक्कोसियं णं भंते ! चरित्ताराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ? गोयमा ! एवं चेव, णवरं अत्थेगइए कप्पाईएसु उववज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના કરે છે, તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાના વિષયમાં કહ્યું, તે રીતે ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે કેટલાક જીવો કલ્પોપપન્ન દેવલોકમાં નહીં પરંતુ કલ્પાતીત દેવલોકમાં ઉત્પન્ન થાય છે; તે પ્રમાણે કથન કરવું. ११ मज्झिमियं णं भंते ! णाणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झ, जाव सव्वदुक्खाणं अंतं करेइ ? गोयमा ! अत्थेगइए दोच्चेणं भवग्गहणेणं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ, तच्चं पुण भवग्गहणं णाइक्कमइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ જ્ઞાનની મધ્યમ આરાધના કરે છે, તે કેટલા ભવ કરીને સિદ્ધ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy