SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪] શ્રી ભગવતી સૂત્ર-૩ દેશબંધનું અંતર જઘન્ય એક સમયાધિક ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ અનંત કાલ થાવ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન છે. જે રીતે પૃથ્વીકાયિક જીવોનું અંતર કહ્યું છે, તે જ રીતે વનસ્પતિકાયિક જીવોને છોડીને મનુષ્ય સુધીના સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. વનસ્પતિકાયિક જીવોનું સર્વ બધિનું ઉત્કૃષ્ટ અંતર કાલની અપેક્ષાએ અસંખ્યકાલ- અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્ય લોક પ્રમાણ છે. આ જ રીતે દેશ બંધનું ઉત્કૃષ્ટ અંતર કહેવું. શેષ કથન (જઘન્ય અંતર) પૃથ્વીકાયની જેમ જાણવું. |४० एएसि णं भंते ! जीवाणं ओरालियसरीरस्स देसबंधगाणं, सव्वबंधगाणं, अबंधगाण य कयरे-कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा ओरालियसरीरस्स सव्वबंधगा, अबंधगा विसेसाहिया, देसबंधगा असंखेज्जगुणा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક શરીરના દેશ બંધક, સર્વ બંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા ઔદારિક શરીરના સર્વ બંધક છે, તેથી અબંધક જીવ વિશેષાધિક છે અને તેથી દેશ બંધક જીવ અસંખ્ય ગુણા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ઔદારિક શરીર પ્રયોગ બંધનું નિરૂપણ છે. જેમાં તેના ભેદ-પ્રભેદ, તેની ઉત્પત્તિના કારણો તથા તેના સર્વ બંધ અને દેશબંધ સ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું વિસ્તૃત વિવેચન છે. ઔદારિક શરીર પ્રયોગ બંધ - દારિક શરીરના વ્યાપારથી થતા બંધને ઔદારિક શરીર પ્રયોગ બંધ કહે છે. ઔદારિક શરીર ધારી જીવોના ભેદ-પ્રભેદ અનુસાર ઔદારિક શરીર પ્રયોગ બંધના પણ ભેદ-પ્રભેદ પ્રજ્ઞાપના સૂત્ર” પદ-૨૧ અવગાહના સંસ્થાન પદ અનુસાર જાણવા જોઈએ. ઔદારિક શરીર પ્રયોગ બંધનાં કારણો - ઔદારિક શરીરના બંધમાં અર્થાત્ ઔદારિક શરીર બનાવવામાં સૂત્રોક્ત આઠ કારણોની અપેક્ષા રહે છે– (૧) વીર્યતા- વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન શક્તિ વિશેષ (૨) સયોગતા મનોયોગ આદિ (૩) સદ્રવ્યતા :- ગુણ-પર્યાયયુક્ત દ્રવ્ય વિશેષ (૪) પ્રમાદ- વિષય-કષાયાદિ પ્રમાદ. આ ચારે ય અવસ્થા (સ્વભાવ)ના કારણે જીવ બંધ કરે છે. (૫) કર્મ– આઠ ય કર્મ, (૬) યોગ- ત્રણે યોગ (૭) ભવ- તિર્યંચ અને મનુષ્યનો ભવ (૮) આયુષ્યતિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય. આ રીતે સવાર્યતા, સયોગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદરૂપ ચાર કારણથી, કર્મ, યોગ, ભવ અને આયુષ્ય આ ચારને આશ્રિત કરીને, ઔદારિક શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે. ઔદારિક શરીર બંધના પ્રકાર :- તેના બે ભેદ છે. સર્વબંધ અને દેશબંધ.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy