SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ | શ્રી ભગવતી સૂત્ર-૩ ઐયપથિક કર્મની કાલ મર્યાદા:१३ तं भंते ! किं साइयं सपज्जवसियं बंधइ, साइयं अपज्जवसियं बंधइ, अणाइयं सपज्जवसियं बंधइ अणाइयं अपज्जवसियं बंधइ? गोयमा ! साइयं सपज्जवसियं बंधइ, णो साइयं अपज्जवसियं बंधइ, णो अणाइयं सपज्जवसियं बंधइ, णो अणाइयं अपज्जवसियं बंधइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ ઐર્યાપથિક કર્મ શું (૧) સાદિ સપર્યવસિત બાંધે છે, કે (૨) સાદિ અપર્યવસિત બાંધે છે, કે (૩) અનાદિ સપર્યવસિત બાંધે છે, કે (૪) અનાદિ અપર્યવસિત બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! સાદિ સપર્યવસિત બાંધે છે પરંતુ સાદિ અપર્યવસિત બાંધતા નથી, અનાદિ સપર્યવસિત બાંધતા નથી કે અનાદિ અપર્યવસિત પણ બાંધતા નથી. |१४ तं भंते ! किं देसेणं देसंबंधइ, देसेणं सव्वं बंधइ, सव्वेणं देसं बंधइ, सव्वेणं सव्वं बंधइ ? गोयमा ! णो देसेणं देसं बंधइ, णो देसेणं सव्वं बंधइ, णो सव्वेणं देसं बंधइ, सव्वेणं सव्वं बंधइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવને ઐર્યાપથિક કર્મનો બંધ શું દેશથી દેશ થાય છે, દેશથી સર્વ બંધ થાય છે. સર્વથી દેશ બંધ થાય છે કે સર્વથી સર્વ બંધ થાય છે? ઉત્તર- હે ગૌતમ! ઐર્યાપથિક કર્મનો બંધ દેશથી દેશ થતો નથી, દેશથી સર્વ થતો નથી, સર્વથી દેશ પણ થતો નથી, પરંતુ સર્વથી સર્વ બંધ થાય છે. વિવેચન : ઐર્યાપથિક કર્મબંધની કાલ મર્યાદાના સ્પષ્ટીકરણ માટે સૂત્રકારે ચાર ભંગથી પ્રશ્ન પૂછ્યા છે. (૧) સાદિ સપર્યવસિત – આદિ અને અંત સહિત – સાદિ સાંત. (૨) સાદિ અપર્યવસિત – જેની આદિ હોય, પરંતુ અંત ન હોય – સાદિ અનંત. (૩) અનાદિ સપર્યવસિત – જેની આદિ ન હોય, પરંતુ અંત હોય – અનાદિ સાંત. (૪) અનાદિ અપર્યવસિત – જેની આદિ પણ ન હોય અને અંત પણ ન હોય – અનાદિ અનંત. આ ચાર વિકલ્પોમાંથી ઐર્યાપથિક કર્મબંધ માટે પ્રથમ વિકલ્પ– સાદિ સાત જ ઘટે છે. કારણ કે તે બંધનો પ્રારંભ વીતરાગ અવસ્થાથી જ થાય છે અને અયોગી અવસ્થામાં તેનો અંત થઈ જાય છે. તેથી અન્ય વિકલ્પો શક્ય નથી. સેઇ રેd - ઐર્યાપથિક કર્મબંધ આત્મા સાથે કઈ રીતે થાય છે. તત્સંબંધી પણ સૂત્રકારે ચાર વિકલ્પોથી પ્રશ્ન પૂછ્યા છે. યથા– (૧) દેશથી દેશ બંધ – આત્માના એક દેશથી કર્મદલિકોના અનંત પ્રદેશી સ્કંધના એક દેશનો બંધ. (૨) દેશથી સર્વ બંધ - આત્માના એક દેશથી સમગ્ર કમંદલિકોનો બંધ.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy