SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮: ઉદ્દેશક-૨ | ૯ | गोयमा ! जीवा णाणी वि अण्णाणी वि । जे णाणी ते अत्थेगइया दुण्णाणी, अत्थेगइया तिण्णाणी, अत्थेगइया चउणाणी, अत्थेगइया एगणाणी । जे दुण्णाणी ते आभिणिबोहियणाणी य सुयणाणी य । जे तिण्णाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी; अहवा आभिणिबोहियणाणी, सुयणाणी, मणपज्जवणाणी । जे चउणाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी, मणपज्जवणाणी, जे एगणाणी ते णियमा केवलणाणी।। जे अण्णाणी ते अत्थेगइया दुअण्णाणी, अत्थेगइया तिअण्णाणी । जे दुअण्णाणी ते मइअण्णाणी य सुय अण्णाणी य । जे तिअण्णाणी ते मइअण्णाणी, सुयअण्णाणी विभंगणाणी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર-હે ગૌતમ! જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાં કેટલાક જીવને બે જ્ઞાન, કેટલાક જીવને ત્રણ જ્ઞાન, કેટલાક જીવને ચાર જ્ઞાન, કેટલાક જીવને એક જ્ઞાન હોય છે. જેને બે જ્ઞાન છે, તે મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે, જેને ત્રણ જ્ઞાન છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની અથવા મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની છે. જેને ચાર જ્ઞાન છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની છે, જેને એક જ્ઞાન છે, તે નિયમતઃ કેવળજ્ઞાની છે. જે જીવ અજ્ઞાની છે, તેમાંથી કેટલાકને બે અજ્ઞાન અને કેટલાકને ત્રણ અજ્ઞાન છે. જે જીવને બે અજ્ઞાન છે, તે મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની છે, જે જીવને ત્રણ અજ્ઞાન છે તે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સમુચ્ચય રીતે જીવોમાં જ્ઞાન અને અજ્ઞાનનું કથન કર્યું છે. જ્ઞાન આત્માનો ગુણ છે. તેથી જીવની કોઈ પણ અવસ્થામાં ન્યૂનાધિક રૂપે જ્ઞાન-ગુણ અવશ્ય હોય છે. સમકિતીને જ્ઞાન અને મિથ્યાત્વીને અજ્ઞાન હોય છે. પાંચ જ્ઞાનમાં મતિ અને શ્રુતજ્ઞાન બંને સાથે જ હોય છે અને તે દરેક જીવને અવશ્ય હોય છે. ત્યાર પછી જો તેને અવધિજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન થાય તો ત્રણ જ્ઞાન થાય છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિમાં કોઈ પૂર્વ પશ્ચાતુ ક્રમ નથી. કોઈ જીવને મતિ, શ્રત પછી અવધિજ્ઞાન થાય અને કોઈ જીવને મતિ, શ્રત પછી મન:પર્યવજ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે. તેથી ત્રણ જ્ઞાન હોય તો આ બંને વિકલ્પો સંભવિત છે.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy