SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮: ઉદ્દેશક-૨ [ પ ] સૂત્રકારે છઘસ્થના અવિષયભૂત દશ પદાર્થનું જ કથન કર્યું છે પરંતુ છઘસ્થ કોઈ પણ પદાર્થની સર્વ પર્યાયોને, સર્વ ભાવોને જાણી શકતા નથી. કેવળજ્ઞાની જ પદાર્થની સર્વ પર્યાયને જાણી શકે છે. છદ્મસ્થ મનુષ્યો સૂત્રોક્ત દશ પદાર્થોને શ્રુતજ્ઞાન દ્વારા પરોક્ષરૂપે જાણી શકે છે પરંતુ તેને સાક્ષાત્ જાણી શકતા નથી. જ્ઞાન અને અજ્ઞાનના ભેદ-પ્રભેદઃ|१७ कइविहे णं भंते ! णाणे पण्णत्ते ? गोयमा ! पंचविहे जाणे पण्णत्ते, तं जहा- आभिणिबोहियणाणे, सुयणाणे, ओहिणाणे, मणपज्जवणाणे, केवलणाणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! જ્ઞાનના પાંચ પ્રકાર છે, યથા- (૧) આભિનિબોધિકજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવ જ્ઞાન (૫) કેવળજ્ઞાન. १८ से किं तं भंते ! आभिणिबोहियणाणे ? गोयमा ! आभिणिबोहियणाणे चउव्विहे पण्णत्ते, तं जहा- ओग्गहो, ईहा, अवाओ धारणा । एवं जहा 'रायप्पसेणइज्जे' णाणाणं भेओ तहेव इह भाणियव्वो जाव से तं केवलणाणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આભિનિબોધિક જ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! આભિનિબોધિક જ્ઞાનના ચાર પ્રકાર છે. યથા- (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણા. જે રીતે રાજપ્રશ્રીય સૂત્રમાં જ્ઞાનના ભેદ કહ્યા છે, તે રીતે કેવળજ્ઞાન સુધી કથન કરવું જોઈએ. १९ अण्णाणे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा- मइअण्णाणे, सुयअण्णाणे, विभंगणाणे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! અજ્ઞાનના ત્રણ પ્રકાર છે યથા- (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન (૩) વિર્ભાગજ્ઞાન. २० से किं तं भंते ! मइअण्णाणे ? गोयमा ! मइअण्णाणे चउव्विहे पण्णत्ते, तं जहा-ओग्गहो जाव धारणा ।
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy