SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચનમાં કંપન અને સ્પર્શના માટેના સાંકેતિક ચિહ્નો આપ્યા છે. તેના દ્વારા વિષયને સ્પષ્ટ કરીને છેલ્લે સંપૂર્ણ વિષયને આવરી લેતા કોષ્ટકો તૈયાર કર્યા છે. શતક - ૭/૯ માં મહાશિલાકંટક તથા રથમૂસલ સંગ્રામનું વર્ણન છે. પાઠકોની રસવૃધ્ધિ માટે આ મહાસંગ્રામ પછી તેના મુખ્ય પાત્રો રાજા કોણિક તથા ચેડા રાજાના જીવનની ઘટનાઓ ‘તીર્થંકર ચરિત્ર’ના આધારે પરિશિષ્ટમાં આપી છે. દિશા, સૂર્યના ઉદય અસ્ત, સૂર્ય પરિભ્રમણ, તેનાથી થતાં દિવસ-રાત્રિના કાલમાનમાં થતી હાનિ – વૃધ્ધિ, તમસ્કાય વગેરે વિષયોને આકૃતિ દ્વારા સ્પષ્ટ કર્યા છે. ચિત્રો જોતાં જ પાઠકોને તે તે વિષયોનું તાદૃશ્ય થઇ જાય છે. આ રીતે શ્રી ભગવતી સૂત્રના ગહતમ ભાવોને જન-જન સુધી પહોંચાડવાનું એક માત્ર લક્ષ રાખીને અમે વિધ-વિધ રીતે પુરુષાર્થ કર્યો છે. - આ કાર્ય કરતાં અમે સ્વાધ્યાયના અપૂર્વ આનંદની અનુભૂતિ કરી છે. કોઇ પણ કાર્યની પૂર્ણતા પાંચ સમવાયથી થાય છે. તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પણે અનેક વ્યક્તિઓનું યોગદાન હોય જ છે. તે જ રીતે આ મહદ્કાર્યમાં અનંત ઉપકારી તપસમ્રાટ ગુરુદેવની અસીમ કૃપા, ગુરુણીમૈયાનું પાવન સાંનિધ્ય, તેઓશ્રીની પ્રેરણા તથા આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નું મળતું યથોચિત માર્ગદર્શન તેમ જ ગુરુલવાસી સર્વ સતિજીઓ સદ્ભાવના રૂપ સહયોગે અમારા કાર્યને સહજ અને સરળ બનાવ્યું છે. સર્વ વડિલોના ઋણનો સ્વાકાર કરીને, તેઓને ભાવવંદન કરીને વિરામ પામીએ છીએ. અલ્પક્ષયોપશમવશ જિનાજ્ઞાથી ઓછી, અધિક, વિપરીત પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત - લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન. 48 સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ - વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy