SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭: ઉદ્દેશક-૧૦. [ ૪૧૯ | સૂવાની, પડખું ફેરવવાની આદિ ક્રિયાઓ કરી શકે છે. ७ एयंसि णं भंते ! पोग्गलत्थिकायंसि रूविकायंसि, अजीवकार्यसि जीवाणं पावा कम्मा पावफलविवागसंजुत्ता कज्जति ? । ___णो इणद्वे समढे । कालोदाई ! एयंसि णं जीवत्थिकार्यसि अरूविकार्यसि जीवाणं पावा कम्मा पावफलविवागसंजुत्ता कज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવને પાપફલવિપાકથી સંયુક્ત કરનાર(અશુભ ફળદાયી) પાપકર્મ શું આ રૂપી અજીવ એવા પુદ્ગલાસ્તિકાયથી લાગે છે? ઉત્તર– તેમ શક્ય નથી. હે કાલોદાયી ! અરૂપી કાયરૂપ જીવાસ્તિકાયથી જ જીવોને પાપફલવિપાકથી સંયુક્ત કરનાર પાપકર્મ લાગે છે. |८ एत्थ णं से कालोदाई संबुद्धे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता, णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भं अंतियं धम्मं णिसामेत्तए । एवं जहा खंदए तहेव पव्वइए, तहेव एक्कारस अंगाइं जाव विहरइ । ભાવાર્થ - ભગવાન પાસેથી સમાધાન પ્રાપ્ત કરીને કાલોદાયી બોધિને પ્રાપ્ત થયા. તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું આપની પાસેથી ધર્મ શ્રવણ કરવા ઈચ્છું છું. ભગવાને તેને ધર્મ શ્રવણ કરાવ્યું. પછી અંદકની જેમ (શતક- ૨/૧માં કહ્યા પ્રમાણે) કાલોદાયી પણ ભગવાન પાસે પ્રવ્રજિત થયા તેમજ અગિયાર અંગોનું અધ્યયન કર્યું કાવતુ તપ સંયમથી આત્માને ભાવિત કરતા તે કાલોદાયી અણગાર વિચરણ કરવા લાગ્યા. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અન્યતીર્થિક કાલોદાયીની તત્ત્વચર્ચાનો અને પ્રભુ પાસેથી સમાધાન પ્રાપ્ત કરીને તેના દ્વારા પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ઘટનાનો ઉલ્લેખ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું સ્વરૂપ નિરૂપણ તે જૈન દર્શનની પોતાની આગવી વિશેષતા છે, તેથી તે વિષયમાં અન્યતીર્થિકોની ચર્ચા થાય તે સહજ છે. કાલોદાયી ભદ્ર પરિણામી હતા. તેને પોતાના વિચારો કે માન્યતાનો આગ્રહ ન હતો. તેથી તેણે ગૌતમસ્વામી અને પ્રભુ મહાવીર પાસે જઈને શંકાનું સમાધાન કર્યું. જૈન દર્શનાનુસાર આ લોકમાં પાંચ દ્રવ્ય અસ્તિકાય રૂપે સ્થિત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. તેમાં પ્રથમ ચાર અરૂપી છે અર્થાત્ તે દષ્ટિગમ્ય
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy