SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ | શ્રી ભગવતી સત્ર-૨ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોએ જે કર્મોનું વેદન કર્યું, શું તેની નિર્જરા કરી હતી ? ઉત્તર- હે ગૌતમ! જેમ ઓધિક જીવોના વિષયમાં કહ્યું તેમ નૈરયિકોના વિષયમાં જાણવું. આ રીતે વૈમાનિક પર્યત ૨૪ દંડકમાં કથન કરવું જોઈએ. १६ से णूणं भंते ! जं वेदेति तं णिज्जरेंति; जं णिज्जरेंति तं वेदेति ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું જે કર્મનું વેદન કરે છે, તેની નિર્જરા કરે છે અને જેની નિર્જરા કરે છે, તેનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १७ सेकेणटेणं भंते ! एवं वुच्चइ जाव णो तं वेदेति ? गोयमा ! कम्मं वेदेति, णोकम्मं णिज्जरेंति; से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ जाव णो तं वेदेति । एवं णेरइया वि जाव वेमाणिया । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જેનું વેદન કરે છે, તેની નિર્જરા કરતા નથી અને જેની નિર્જરા કરે છે, તેનું વેદન કરતા નથી? ઉત્તર- હે ગૌતમ ! કર્મનું વેદન કરે છે અને નોકર્મની નિર્જરા કરે છે, તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહેવાય છે કે જેની નિર્જરા કરે છે, તેનું વેદન કરતા નથી. આ જ રીતે નૈરયિકોથી વૈમાનિકો પર્યત ૨૪ દંડકોમાં કથન કરવું જોઈએ. |१८ से णूणं भंते ! वेदिस्संतितंणिज्जरिस्संति, जंणिज्जरिस्सति तं वेदिस्संति? गोयमा ! णो इणद्वे समढे । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શું જે કર્મોનું વેદન કરશે, તેની નિર્જરા કરશે અને જે કર્મની નિર્જરા કરશે તેનું વેદન કરશે? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. १९ से केणटेणं जाव णो तं वेदिस्संति ? __ गोयमा ! कम्मं वेदिस्संति, णोकम्मं णिज्जरिस्संति; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जाव णो णिज्जरिस्संति । एवं णेरइया वि जाव वेमाणिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જેની નિર્જરા કરશે તેનું વેદન કરશે નહીં?
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy