SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭ઃ ઉદ્દેશક-૨ [ ૩૩૩] () પૌષધોપવાસ વ્રત :- એક દિવસ-રાત (આઠ પ્રહર) સુધી ચારે આહાર, મૈથુન, સ્નાન, શૃંગાર આદિનો તથા સમસ્ત સાવધ વ્યાપારનો ત્યાગ કરીને, ધર્મધ્યાનમાં લીન રહેવું. તે સર્વ પૌષધ વ્રત છે. સમયની કે આહારાદિના પ્રત્યાખ્યાનની હીનાધિકતા હોય તે દેશ પૌષધ વ્રત છે. પૌષધના ૧૮ દોષો છે તેનો ત્યાગ કરવો જોઈએ. (૭) અતિથિ સંવિભાગ વ્રત:- ઉત્કૃષ્ટ કોટિના અતિથિ-મહાવ્રતી સાધુઓને કલ્પનીય અશનાદિ ચતુર્વિધ આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન, પીઢ(બાજોઠ), ફલક(પાટિયું), શય્યા, સંસ્તારક, ઔષધ, ભેષજ; આ ૧૪ પ્રકારની વસ્તુઓ નિષ્કામ બુદ્ધિપૂર્વક આત્મકલ્યાણની ભાવનાથી આપવી. તે અતિથિસંવિભાગ છે. તેમજ દાનનો સંયોગ પ્રાપ્ત ન થાય તેમ છતાં સદા દાનની ભાવના રાખવી તે પણ અતિથિસંવિભાગ વ્રત છે. દિવ્રત આદિ ત્રણ વ્રતોને ગુણવ્રત અને સામાયિક આદિ ચાર વ્રતોને શિક્ષાવ્રત કહે છે. અપશ્ચિમ મારણાજિક સંલેખના - અપશ્ચિમ અર્થાતુ જેની પાછળ કોઈ કાર્ય શેષ ન રહે, એવી અંતિમ મારણાન્તિક–આયુષ્ય સમાપ્તિના અંતે-મરણકાલે કરાતી શરીર અને કષાય આદિને કશ કરનારી તપસ્યા વિશેષને અપશ્ચિમ–મારણાત્તિક સંખના કહે છે. જોષણા-સ્વીકારીને, અખંડકાલ(આયુ સમાપ્તિ) પર્યત તેની આરાધના કરવી તે અપશ્ચિમ મારણાત્તિક સંલેખના જોષણા-આરાધના કહેવાય છે. આ રીતે દેશોત્તર પ્રત્યાખ્યાનમાં દિવ્રતાદિ સાત ગુણવ્રતનો સમાવેશ થાય છે, તેમાં સંલેખનાનો ઉલ્લેખ નથી. પરંતુ સંલેખના દેશ ઉત્તરગુણવાળા(શ્રાવક)ને દેશ ઉત્તરગુણરૂપ છે અને સર્વ ઉત્તરગુણવાળા(સાધુ)ને સર્વ ઉત્તરગુણરૂપ છે. દેશ ઉત્તરગુણવાળાને પણ અંતિમ સમયે તે અવશ્યકરણીય છે, આ સૂચિત કરવા માટે દેશ ઉત્તરગુણની સાથે તેનું કથન કર્યું છે. ચોવીસ દંડકમાં મૂળગુણ-ઉત્તરગુણ પ્રત્યાખ્યાન :१० जीवाणं भंते ! किं मूलगुणपच्चक्खाणी, उत्तरगुणपच्चक्खाणी, अपच्चक्खाणी? गोयमा ! जीवा मूलगुणपच्चक्खाणी वि, उत्तरगुणपच्चक्खाणी वि, अपच्चक्खाणी वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ મૂળગુણ પ્રત્યાખ્યાની છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે? ઉત્તર– હે ગૌતમ! સમુચ્ચય જીવ મૂળગુણ પ્રત્યાખ્યાની પણ છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ છે અને અપ્રત્યાખ્યાની પણ છે. |११ णेरइया णं भंते ! किं मूलगुणपच्चक्खाणी? पुच्छा ।
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy