SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ** યુધ્ધની ફલશ્રુતિ ગૌતમને સંભળાવે છે કારણ કે ભગવાનના પટ્ટધર મહાજ્ઞાની શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ યુધ્ધના વિષયમાં પ્રશ્ન કરી યુધ્ધ કેવું અહિતકારક છે તે બાબત ભગવાનના શબ્દો સાંભળવા પોતે તત્પર બન્યા છે. ભગવાને કહ્યું, હે ગૌતમ ! આ રીતે ગૌતમને સંબોધીને યુધ્ધ વિશે પ્રભુ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરે છે. ભગવાનનો અભિપ્રાય સાંભળ્યા પહેલાં આપણે એક પ્રચલિત પ્રવાદનો ઉલ્લેખ કરશું. યુધ્ધને અને હિંસાત્મક કાર્યને ઉત્તેજના આપવા માટે તે સમયના વિધાતાઓ યુધ્ધને મહત્વ આપીને એમ કહેતાં હતાં કે ક્ષત્રિયો લડતાં લડતાં યુધ્ધમાં મરે તો સ્વર્ગમાં જાય છે. તે ઉપરાંત યુધ્ધ એ રાજધર્મ છે. રાજાઓએ પોતાનો વિસ્તાર વધારવા માટે યુધ્ધ કરવું જોઇએ. આવા નીતિશાસ્ત્રો પણ સ્થાપિત કર્યા હતાં. યુધ્ધને કારણે થતી બરબાદી અને ભયંકર હિંસાનું તાંડવ, તે વિષય ઉપર જરા પણ દ્દષ્ટિપાત કર્યા વિના યુધ્ધ એ જાણે કોઇ મોટો રાજધર્મ હોય અને ક્ષત્રિયો માટે જાણે કોઇ મોટા મહોત્સવનો સુઅવસર હોય તેમ વર્ણન કરતાં હતા. આ હિંસાત્મક ભાવોને સ્પષ્ટ રીતે પડકારીને ભગવાન મહાવીરે ગૌતમને જવાબ આપતા કહ્યું કે, આ યુધ્ધમાં મરનાર કે મારનાર ક્રોધાદિ કષાયો અને અહંકારથી ભરેલા આત્માઓ નરકગામી થયા છે અને પશુયોનિમાં ચાલ્યા ગયા છે. ફક્ત એક જ જીવ એવો હતો કે જે સાચી રીતે હિંસાને સંકુચિત કરીને પોતાનું કર્તવ્ય બજાવવા માટે તેણે લડાઇ કરી છે. તે પ્રવિત્ર આત્મા જીવનની સમાપ્તિ સમયે જે કાંઇ યુધ્ધ કર્યું છે તેનો પણ પ્રશ્ચાતાપ કરીને, પોતાના આત્માને નિર્મળ કરીને ઊંચ ગતિને પ્રાપ્ત થયો છે. આ આખું પ્રકરણ મનુષ્યની આંખ ઉઘાડી દે તેવું સ્પષ્ટ અને માનવજાતિને મિથ્યા ભાવોથી મુક્ત થવા માટે ઉત્તમ ઔષધિ જેવું છે. ભગવતી જેવા શાસ્ત્રમાં આ વિધાન ખરેખર ઘણું જ મહત્વપૂર્ણ છે. આધ્યાત્મિક ભાવોને સ્પર્શ કરીને સામાજિક કુપ્રથા સામે ઘોર વિદ્રોહ કર્યો છે અને સત્ય હકીકત પ્રગટ કરી છે. આખું પ્રકરણ ઘણું જ રોમાંચક છે. જૈનદર્શન તે પર્યાયવાદી દર્શન છે. કેટલાંક અન્ય આધ્યાત્મિક દર્શનો દૃશ્યમાન જગતને જ્ઞાનનો વિકાર માને છે અને આખા જગતને માયાવી માને છે. જ્યારે જૈનદર્શન એ AB 24
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy