SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-પ: ઉદેશક-૪ ) | ૭૧ | તે જ ક્ષેત્રમાં રાખી શકાય તેવું જણાય છે. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ પૂર્વના અવગાહિત આકાશપ્રદેશો પર હાથ આદિને કેવળી પણ રાખી શકતા નથી. કારણ કે પહેલાં અવગાહિત આકાશપ્રદેશ અને પછી અવગાહિત આકાશ પ્રદેશમાં ભિન્નતા થઈ જાય છે. તેમ થવામાં હાથ, પગ આદિ ઉપકરણોની ચલસ્વભાવતા એટલે અસ્થિરતા મુખ્ય કારણ છે અને આકાશપ્રદેશોની સૂક્ષ્મતા પણ કારણ છે. કેવળજ્ઞાની માટે આ કથન કરવાનો આશય એ છે કે તેઓને પણ હાથ, પગ આદિ ઉપકરણોની અસ્થિરતા હોય છે. કારણ કે આ પ્રકારની કાયયોગની સ્થિરતા કે અસ્થિરતાનો કેવળજ્ઞાન સાથે કોઈ સંબંધ હોતો નથી. ૩વરાછું હાથ, પગ વગેરે માનવ શરીરના ઉપકારી અવયવો છે. તેથી સૂત્રમાં તેને ઉપકરણ કહ્યા છે. વરિય સગો સવ્વાણ - વીર્ય સયોગ સદ્રવ્ય. વર્ગ = વીર્યંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન શક્તિ. સયો = મન, વચન, કાય યોગનો વ્યાપાર-પ્રવૃત્તિ. સદ્ = સભાવ, વિદ્યમાન, દ્રવ્ય= જીવ દ્રવ્ય, આત્મા. આ રીતે જેમનું વીર્ય(શક્તિ) યોગોમાં પ્રવૃત્ત છે, તેવા જીવને "વીર્યસયોગસદ્રવ્ય" કહે છે. સંસારી જીવો સશરીરી છે, કેવળી પણ સશરીરી છે. સશરીરીને વીર્ય અને યોગ હોય છે. યોગ નિરોધ કર્યા પછી અયોગીમાં અને સિદ્ધોમાં યોગ અને વીર્ય(શરીર સંબંધી) હોતા નથી. માટે કેવળીને આ શબ્દથી વીર્ય સંયોગવાન આત્મારૂપે દર્શાવ્યા છે. ભગવતી સૂત્ર શ.-૧, ઉ.-૮ સૂત્ર-૧૭માં સિદ્ધોને અવીર્ય કહ્યા છે. અહીં કેવળીને વીર્ય કહ્યા છે. ચતુર્દશ પૂર્વીનું લબ્ધિ સામર્થ્ય :|३९ पभूणं भंते ! चउद्दसपुव्वी घडाओ घडसहस्सं, पडाओ पडसहस्सं, कडाओ कडसहस्सं, रहाओ रहसहस्सं, छत्ताओ छत्तसहस्सं, दंडाओ दंडसहस्सं, મધ્યરા ૩વરણ ? હતા, પમ્ से केणद्वेणं भंते ! पभू चउद्दसपुव्वी जाव उवदंसेत्तए ? गोयमा ! चउद्दसपुव्विस्स णं अणंताई दव्वाइं उक्करियाभेएणं भिज्जमाणाई लद्धाइं पत्ताइ अभिसमण्णागयाइं भवंति, से तेणटेणं जावउवदंसेत्तए । ॥ सेवं भंते! સેવં અંતે ! શબ્દાર્થ- બસમvણાયા - અભિસમન્વાગત, સ્વાધીન, હસ્તગત. ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્!શુંચતુર્દશપૂર્વધારી (શ્રુત કેવળી) એક ઘટમાંથી હજાર ઘટ, એક વસ્ત્રમાંથી હજાર વસ્ત્ર, એક કટ(ચટાઈ)માંથી હજાર કટ, એક રથમાંથી હજાર રથ, એક છત્રમાંથી હજાર છત્ર અને
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy