SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૬૨ ] | શ્રી ભગવતી સૂત્ર-૧ અભિયોજન ક્રિયા અને મારી અમારી :| १७ से भंते ! किं माई अभिमुंजइ (विउव्वइ), अमाई अभिमुंजइ ? गोयमा ! माई अभिमुंजइ णो अमाई अभिमुंजइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું માયી અભિયોજન ક્રિયા કરે છે કે અમાણી કરે છે? ઉત્તર- હે ગૌતમ! માયી અભિયોજન ક્રિયા કરે છે, પરંતુ અમાથી કરતા નથી. |१८ माई णं भंते ! तस्स ठाणस्स अणालोइयपडिक्कंते कालं करेइ, कहिं उववज्जइ? गोयमा ! अण्णयरेसु आभिओगेसु देवलोएसु देवत्ताए उववज्जइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૂર્વોક્ત પ્રકારે અભિયોગ કર્યા પછી, તે સંબંધી આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ તે માયી કાલધર્મ પામે તો ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે કોઈ એક પ્રકારના આભિયોગિક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. |१९ अमाई णं भंते ! तस्स ठाणस्स आलोइय-पडिक्कते कालं करेइ, कहि उववज्जइ? गोयमा ! अण्णयरेसु अणाभिओगिएसु देवलोएसु देवत्ताए उववज्जइ । છે તેવું તે ! સેવં મતે ! I. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૂર્વોક્ત અભિયોગ ક્રિયા સંબંધી આલોચના અને પ્રતિક્રમણ કરીને જો અમાથી અણગાર કાલધર્મ પામે, તો ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે કોઈ એક પ્રકારના અનાભિયોગિક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે. | २० इत्थी असी पडागा, जण्णोवइए य होइ बोधव्वे, पल्हत्थिय पलियंके, अभिओग कुव्वणा माई । ભાવાર્થ :- સ્ત્રી, તલવાર, પતાકા, જનોઈ, પલાંઠી, પર્યકાસન અને અભિયોજન, વિક્રિયા, માયી, અમાયી વગેરે વિષયો આ ઉદ્દેશકમાં વર્ણિત છે. આ સંગ્રહણી ગાથા છે.]
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy