SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ] શ્રી ભગવતી સૂત્ર-૧ અણગારની આભિયોજન શક્તિ :| १२ अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता पभू एगं महं आसरूवं वा, हत्थिरूवं वा, सीहरूवं वा, वग्घरूवं वा, विगरूवं वा, दीवियरूवं वा, अच्छरूवं वा, तरच्छरूवं पारासररूवं वा अभिजुंजित्तए ? णो इणढे समढे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના ઘોડા, હાથી, સિંહ, વાઘ, વૃક–વરુ, ગેંડો, રીંછ, ચિત્તો અને પારાશર–અષ્ટાપદ આદિ રૂપોનો અભિયોગ [અશ્વાદિના રૂપમાં પ્રવિષ્ટ થઈને તેના દ્વારા ક્રિયા કરવામાં સમર્થ છે? ઉત્તર- હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. બાહ્ય પુગલોને ગ્રહણ કર્યા વિના ઉપર્યુક્ત રૂપોનો અભિયોગ કરી શકતા નથી. | १३ अणगारे णं भंते भावियप्पा बाहिरए पोग्गले परियाइत्ता पभू जाव ગુનિ ? દંતા, મૂ I ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને ઉપર્યુક્ત રૂપોનો અભિયોગ કરી શકે છે? હા, ગૌતમ! બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને ભાવિતાત્મા અણગાર ઉપર્યુક્ત રૂપોનો અભિયોગ કરી શકે છે. | १४ अणगारे णं भंते ! भावियप्पा एगं महं आसरूवं वा अभिमुंजित्ता अणेगाई जोयणाई पभू गमित्तए ? हंता, पभू । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું ભાવિતાત્મા અણગાર, એક મહાન અશ્વના રૂપનો અભિયોગ કરીને તેમાં પ્રવેશ કરીને અનેક યોજન સુધી ગમન કરી શકે છે? ઉત્તર- હા, ગૌતમ ! તે પ્રમાણે કરી શકે છે. |१५ से भंते ! किं आयड्डीए गच्छइ, परिड्डीए गच्छइ ? गोयमा ! आयड्डीए गच्छइ, णो परिड्डिए; एवं आयकम्मुणा, णो परकम्मुणा, आयप्पओगेणं, णो परप्पओगेणं । उस्सिओदयं वा गच्छइ, पयओदयं वा गच्छइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે ભાવિતાત્મા અણગાર, આત્મઋદ્ધિથી જાય છે કે પરઋદ્ધિથી
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy