SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ | ४२४ । શ્રી ભગવતી સૂત્ર-૧ વજનો અધોગમન કાલ પરસ્પર તુલ્ય અને પૂર્વથી વિશેષાધિક–ત્રણ સમય છે. ચમરેન્દ્રની ઉદાસીનતા અને ભગવદ્ મહિમા :| ३० तएणं से चमरे असुरिंदे असुरराया वज्जभयविप्पमुक्के सक्केणं देविदेणं देवरण्णा महया अवमाणेणं अवमाणिए समाणे चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए चमरसि सीहासणसि ओहयमणसंकप्पे चिंतासोगसागरसंपविटे, करयल पल्हत्थमुहे, अट्टज्झाणोवगए भूमिगयाए दिट्ठीए झियाइ, तएणं चमरं असुरिंद असुररायं सामाणियपरिसोववण्णया देवा ओहयमणसंकप्पं जाव झियायमाणं पासंति, पासित्ता करयल जाव एवं वयासी- किं णं देवाणुप्पिया ! ओहयमण संकप्पा जाव झियायह ? तएणं से चमरे असुरिंदे असुरराया ते सामाणिय परिसोववण्णए देवे एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! मए समणं भगवं महावीरंणीसाए सक्के देविंदे देवराया सयमेव अच्चासाइए । तओ तेणं परिकुविए णं समाणेणं ममं वहाए वज्जे णिसिटे । तं भदं णं भवतु देवाणुप्पिया ! समणस्स भगवओ महावीरस्स, जस्स म्हि पभावेणं अकिटे अव्वहिए अपरिताविए इहमागए इह समोसढे इह संपत्ते, इहेव अज्ज उवसपज्जित्ताण विहरामि । ભાવાર્થ :- ત્યાર પછી વજના ભયથી મુક્ત, દેવેન્દ્ર દેવરાજ શક્ર દ્વારા મહાન અપમાનથી અપમાનિત, નષ્ટ માનસિક સંકલ્પવાળા, ચિંતા અને શોકસમુદ્રમાં પ્રવિષ્ટ, મુખને હથેળી પર રાખેલા, દષ્ટિને નીચે ઝૂકાવીને આર્તધ્યાન કરતાં, અસુરેન્દ્ર અસુરરાજ ચમર, અમરચંચા નામની રાજધાનીમાં, ચમાર નામના સિંહાસન પર બેસીને વિચાર કરતા હતા, ત્યાર પછી નષ્ટ માનસિક સંકલ્પવાળા, આદિ તેમજ વિચારમાં ડૂબેલા અસુરેન્દ્ર અસુરરાજ ચમરને જોઈને સામાનિક સભાના દેવોએ હાથ જોડીને આ પ્રમાણે કહ્યું, "હે દેવાનુપ્રિય ! આજે આપ આ રીતે આર્તધ્યાન કરતા શું વિચાર કરો છો ?" ત્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમરે સામાજિક સભામાં ઉત્પન્ન થયેલા તે દેવોને પ્રત્યુત્તર આપતાં આ પ્રમાણે કહ્યું કે, "હે દેવાનુપ્રિયો! મેં એકલાએ જ શ્રમણ ભગવાન મહાવીરનો આશ્રય લઈને દેવેન્દ્ર દેવરાજ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવાનો વિચાર કર્યો હતો. [તે પ્રમાણે હું સુધર્મા સભામાં ગયો હતો.] ત્યારે શક્રેન્દ્ર અત્યંત કુપિત થઈને મને મારવા માટે મારી પાછળ વજ ફેંકયું. પરંતુ હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું કલ્યાણ થાઓ કે જેના પ્રભાવથી હું અક્લિષ્ટ રહ્યો છું, અવ્યથિત રહ્યો છું તથા અપરિતાપિત રહ્યો છું અને અહીં સમવસૃત થયો છું, અહીં સંપ્રાપ્ત થયો છું, અહીં ઉપસ્થિત થયો છું". ચમરેન્દ્રની પ્રભુ સમીપે ક્ષમાયાચના :३१ तं गच्छामो णं देवाणुप्पिया ! समणं भगवं महावीरं वंदामो, णमंसामो
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy