SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ શતક—૩ : ઉદ્દેશક-૧ ૩૭૫ સૂર્યોદય થયા પછી હું સ્વયં પોતાના હાથે જ કાષ્ઠ પાત્ર બનાવી અને પર્યાપ્ત અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનો આહાર તૈયાર કરી; મારા મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, સંબંધી અને દાસ–દાસી આદિ સર્વને નિમંત્રિત કરી; તેમને સન્માનપૂર્વક ચારે પ્રકારના આહારથી ભોજન કરાવી; વસ્ત્ર, સુગંધિત પદાર્થ, માળા અને આભૂષણ આદિ દ્વારા તેનો સત્કાર, સન્માન કરી; તે મિત્ર-જ્ઞાતિજનાદિ સમક્ષ મારા જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થાપિત કરી અર્થાત્ કુટુંબનો ભાર તેને સોંપીને અને તે મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, પરિજન અને જયેષ્ઠપુત્રને પૂછીને, હું સ્વયં કાષ્ઠ પાત્ર લઈ, મુંડિત થઈને, 'પ્રાણામા' નામની પ્રવ્રજ્યા અંગીકાર કરીને, અભિગ્રહ ધારણ કરીશ કે "હું યાવજ્જીવન નિરંતર છઠ–છઠની તપસ્યા કરીશ, સૂર્યની સન્મુખ બંને હાથ ઊંચા રાખીને આતાપના ભૂમિમાં આતાપના લઈશ, છઠના પારણાના દિવસે આતાપના ભૂમિમાંથી નીચે ઉતરી; કાષ્ઠપાત્ર હાથમાં લઈ, તામ્રલિપ્તી નગરીમાં ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કુળ માંથી ભિક્ષાવિધિ દ્વારા શુદ્ધ ઓદન અર્થાત્ રાંધેલા ચોખા લાવી, તેને પાણીથી એકવીસ વાર ધોઈ, તેનો આહાર કરીશ. આ રીતે તે તામલી ગૃહપતિએ વિચાર કર્યો. પ્રાણામા પ્રવ્રજ્યાનો સ્વીકાર : २० संपेहित्ता, कल्लं पाउप्पभायाए जाव जलते, सयमेव दारुमयं पडिग्गहं રેફ, ત્તિા વિડત અસળ-પાળ-સ્વામ-સામ વવવડાવેફ, उवक्खडावित्ता तओ पच्छा पहाए जाव सुद्धप्पावेसाई मंगल्लाइं वत्थाई पवरपरिहिए, अप्प महग्घाभरणालंकियसरीरे, भोयणवेलाए भोयणमंडवंसि સુહાલળવાર્ | તળેં મિત્ત-ળા-ળિયા-સયળ-સંબંધિ-નિખેળ-સદ્ધિ तं विडलं असण- पाण- खाइमं साइमं आसाएमाणे वीसाएमाणे परिभाएमाणे परिभुंजेमाणे विहरइ । जिमियभुत्तुत्तरा - गए वि य णं समाणे आयंते चोक्खे परमसुइब्भूए, तं मित्तं जाव परियणं विउलेणं असण - पाण- खाइम - साइमपुप्फ-वत्थ-गंध-मल्लालंक्कारेण य सक्कारेइ सम्माणेइ, तस्सेव मित्त-णाइ जाव परियणस्स पुरओ जेट्ठपुत्तं कुडुंबे ठावेइ, ठावेत्ता ते मित्त-णाइ जाव परियणं, जेट्टं पुत्तं च आपुच्छइ, आपुच्छित्ता मुंडे भवित्ता पाणामाए पव्वज्जाए पव्वइए । ભાવાર્થ :-ત્યાર પછી પ્રાતઃકાલે સૂર્યોદય પછી સ્વયં કાષ્ઠ(લાકડાના)પાત્ર બનાવીને, પર્યાપ્ત અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવ્યો; તૈયાર કરાવી, સ્નાન કરી, શુદ્ધ અને ઉત્તમ માંગલિક વસ્ત્રો પરિધાન કર્યા; અલ્પ ભારવાળા અને મહામૂલ્યવાન આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. ભોજનના સમયે તે તામલી ગૃહપતિ ભોજનખંડમાં આવીને, ઉત્તમ આસન પર સૂખપૂર્વક બેઠા, તત્પશ્ચાત્ મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, સગા-સંબંધી અને દાસ–દાસી સાથે તે ચારે પ્રકારના આહારનો સ્વાદ લેતા, વિશેષ સ્વાદ લેતા, પરસ્પર દેતા અર્થાત્ જમાડતા અને સ્વયં જમતા તે તામલી ગૃહપતિ
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy