SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ] શ્રી ભગવતી સૂત્ર-૧ ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અગ્રમહિષીઓની આ વિમુર્વણા શક્તિ છે, તે કેવલ વિષય છે, વિષયમાત્ર છે પરંતુ સમ્પ્રાપ્તિ દ્વારા ક્યારે ય આટલી વિકર્વણા કરી નથી, કરતા નથી અને કરશે પણ નહીં. સનસ્કુમારેન્દ્રથી અચ્યતેન્દ્ર સુધીની ઋદ્ધિ :|१५ एवं सणंकुमारे वि, णवरं चत्तारि केवलकप्पे जंबूदीवे दीवे, अदुत्तरं च णं तिरियमसंखेज्जे । एवं सामाणिय-तायत्तीस-लोगपाल [अग्गमहिसीणं] असंखेज्जे दीवसमुद्दे सव्वे विउव्वति । सणकुमाराओ आरद्धा उवरिल्ला लोगपाला सव्वे वि असंखेज्जे दीव-समुद्दे विउव्वंति । एवं माहिंदे वि णवरं-सातिरेगे चत्तारि केवलकप्पे जंबूदीवे दीवे । एवं बंभलोए वि, णवरं-अट्ठ केवलकप्पे । एवं लंतए वि, णवरं साइरेगे अट्ठ केवलकप्पे । महासुक्के सोलस केवलकप्पे । सहस्सारे साइरेगे सोलस । एवं पाणए वि, णवरं बत्तीसं केवलकप्पे । एवं अच्चुए वि, णवरं साइरेगे बत्तीसं केवलकप्पे जंबूदीवे दीवे, अण्णं तं चेव ॥ सेवं भंते ! सेवं મા | ભાવાર્થ :- આ જ રીતે સનકુમાર આદિ દેવલોકોના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે સનકુમાર દેવલોકના દેવ સંપૂર્ણ ચાર જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને અને તિરછા અસંખ્યાત દીપ-સમુદ્રો જેટલા ક્ષેત્રને પોતાના વૈક્રિયકૃત રૂપોથી વ્યાપ્ત કરવામાં સમર્થ છે, આ જ રીતે સામાનિક દેવ, ત્રાયસ્વિંશક દેવ, લોકપાલ અને અગ્રમહિષીઓ, આ સર્વ અસંખ્યાત દીપ–સમુદ્રો જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. સનસ્કુમારથી ઉપરના સર્વ લોકપાલ અસંખ્ય દ્વીપ સમુદ્રો જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. આ જ રીતે મહેન્દ્ર નાયક ચોથા દેવલોકના વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષતા એ છે કે તે સંપૂર્ણ ચાર જંબૂદ્વીપથી કંઈક અધિક ક્ષેત્રને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. તે જ રીતે બ્રહ્મલોક નામક પાંચમા દેવલોકના વિષયમાં પણ જાણવું, વિશેષતા એ છે કે તે સંપૂર્ણ આઠ જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. આ જ રીતે લાન્તક નામક છટ્ટા દેવલોકના વિષયમાં જાણવું, વિશેષતા એ છે કે તે સાધિક આઠ જંબૂદ્વીપને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. આ જ રીતે સાતમા મહાશુક્ર દેવલોકના વિષયમાં પણ જાણવું જોઈએ, વિશેષતા એ છે કે તે સંપૂર્ણ સોળ જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. આ જ રીતે આઠમા સહસાર નામક દેવલોકના વિષયમાં પણ જાણવું. વિશેષતા એ છે કે તે સોળ જંબુદ્વીપથી કંઈક અધિક ક્ષેત્રને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. આ જ રીતે પ્રાણત દેવલોકના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે બત્રીસ જંબદ્વીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. આ જ રીતે અશ્રુત દેવલોકના વિષયમાં પણ જાણવું. વિશેષતા એ છે કે તે સંપૂર્ણ બત્રીસ જંબૂદ્વીપથી કંઈક અધિક ક્ષેત્રને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy