SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ | शत-२: 6देश-८ | उ२३ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારના ઈન્દ્ર અસુર રાજ ચમરની સુધર્મા સભા ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! જંબૂદ્વીપ નામના દ્વીપની મધ્યમાં, મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં, તિરછા અસંખ્ય દ્વીપ અને સમુદ્રનું ઉલ્લંઘન કર્યા પછી અણવર નામનો દ્વીપ આવે છે, તે દ્વીપની વેદિકાના બહારના ભાગથી આગળ વધતાં અરુણોદય નામનો સમુદ્ર આવે છે. તે અરુણોદય સમુદ્રમાં ૪૨ લાખ યોજના ગયા પછી તે સ્થાનમાં અસુરકુમારના ઈન્દ્ર, અસુર રાજ ચમરનો તિગિચ્છ કૂટ નામનો ઉત્પાત પર્વત છે. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. તેનો ઉધ જમીનમાં ઊંડાઈ ૪૩0 યોજન અને એક કોસ છે. તે પર્વતનું માપ, ગોખુભ નામના આવાસ પર્વતના માપની સમાન જાણવું. વિશેષતા એ છે કે ગોસ્તુપ પર્વતના ઉપરના ભાગનું જે માપ છે તે માપ અહીં મધ્યના ભાગનું સમજવું જોઈએ (અર્થાતુ તિગિચ્છકૂટ પર્વતનો વિખંભ મૂળમાં ૧૦રર યોજન, મધ્યમાં ૪૨૪ યોજન અને ઉપરનો વિખંભ ૭ર૩ યોજન છે. તેનો પરિક્ષેપ-પરિઘ મૂળમાં ૩ર૩ર યોજનથી કંઈક ન્યૂન, મધ્યમાં ૧,૩૪૧ યોજનથી કંઈક ન્યૂન અને ઉપરનો પરિક્ષેપ ૨,૨૮૬ યોજનથી કંઈક અધિક છે. તે મૂળમાં વિસ્તૃત છે. મધ્યમાં સંકીર્ણ છે. અને ઉપરમાં વિસ્તૃત છે. તેની મધ્યનો ભાગ ઉત્તમ વજ જેવો છે. તેનું સંસ્થાન મહામુકુંદ સમાન છે. સંપૂર્ણ પર્વત રત્નમય છે, સુંદર છે તેમજ પ્રતિરૂપ છે. આ પર્વત એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચારે તરફ ઘેરાયેલો છે. અહીં વેદિકા અને વનખંડનું વર્ણન કરવું જોઈએ. | २ तस्स णं तिगिच्छकुडस्स उप्पायपव्वयस्स उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, वण्णओ । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागे एत्थ णं महं एगे पासायवडिंसए पण्णत्ते- अड्डाइज्जाई जोयणसयाई उड्डं उच्चत्तेणं, पणवीसं जोयणसयाई विक्खंभेणं । पासायवण्णओ। उल्लोयभूमिवण्णओ । अट्ठजोयणाई मणिपेढिया, चमरस्स सीहासणं सपरिवार भाणियव्वं । तस्स णं तिगिच्छकूडस्स दाहिणेणं छक्कोडिसए पणवण्णं च कोडीओ पणतीसं च सयसहस्साइंपण्णासंच सहस्साइं अरुणोदए समुद्दे तिरियं वीईवइत्ता अहे रयणप्पभाए पुढवीए चत्तालीसं जोयणसहस्साइं ओगाहित्ता, एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो चमरचंचा णामं रायहाणी पण्णत्ता । __एगंजोयणसयसहस्सं आयाम-विक्खंभेणं जंबूदीवप्पमाणा । पागारो दिवड्डे जोयणसयं उड्ढे उच्चत्तेणं, मूले पण्णासं जोयणाई विक्खंभेणं, उवरि अद्धतेरसजोयणाई विक्खंभेणं । कविसीसगा अद्धजोयणा आयामेणं कोसं विक्खंभेणं देसूणं अद्धजोयणं उड्डे उच्चत्तेणं । एगमेगाए बाहाए पंच पंच दारसया अड्डाइज्जाई जोयणसयाई उड्डे उच्चत्तेणं, अद्धं विक्खंभेणं । उवयारियलेणं सोलसजोयण सहस्साई आयाम- विक्खंभेणं, पण्णासं जोयणसहस्साई पंच य
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy