SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ (૩) એક શાટિક ઉત્તરાસંગ કરવું. ઉત્તરીય વસ્ત્રને મુખ પર રાખવું. (૪) સ્થવિર ભગવંતોને જોતાં જ બંને હાથ જોડવા—હાથને અંજલિબદ્ધ કરવા. (૫) મનને એકાગ્ર કરવું. શ્રી ભગવતી સૂત્ર–૧ આ રીતે પાંચ પ્રકારના અભિગમને ધારણ કરીને, તે શ્રમણોપાસકો જ્યાં સ્થવિર ભગવંતો હતા ત્યાં ગયા, જઈને, તેઓએ જમણી તરફથી ત્રણ પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યાં, વંદન—નમસ્કાર કરીને સત્કાર અને સન્માનપૂર્વક કાયિક, વાચિક અને માનસિક તે ત્રણે પ્રકારે પર્યુપાસના—સેવા કરવા લાગ્યા. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં શ્રમણોપાસકો સ્થવિરોની સેવામાં ગયા અને જઈને વંદન, નમન, પ્રવચન શ્રવણ તેમજ વિનય ભક્તિથી પર્યુપાસના કરી ત્યાં સુધીનું વર્ણન છે. આ વર્ણનમાં મુનિના દર્શન માટે જતાં શ્રાવકોના પાંચ અભિગમ સૂચિત કર્યા છે. તે અત્યંત મહત્વના છે. પાંચ અભિગમ :– દર્શન માટે જતાં શ્રાવકોની આવશ્યક વિધિ અથવા શિષ્ટાચારને અભિગમ કહે છે. વ્યક્તિ જે સ્થાનમાં જે લક્ષે જાય, તે સ્થાનને યોગ્ય તેને વેષ પરિધાન, ભાવશુદ્ધિ, તેમજ ચિત્તની એકાગ્રતા વગેરે અનિવાર્ય છે. તે ભાવો જળવાય રહે તે માટે શાસ્ત્રમાં પાંચ પ્રકારના અભિગમનું વિધાન છે. તે મૂળ પાઠ અને ભાવાર્થમાં સ્પષ્ટ છે. अचित्ताणं दव्वाणं विउस्सरणाए :- આ બીજા અભિગમના પાઠમાં વિસ્તરણાની જગ્યાએ અવિતસ્કરપાÇ પાઠ જોવા મળે છે. ટીકાકારે તેનો અર્થ વસ્ત્ર, અંગૂઠી વગેરેનો ત્યાગ કરવો તેવો કર્યો છે પરંતુ અન્ય સૂત્રસ્થળોને જોતા છત્ર, ચામર, પગરખા, શસ્ત્ર વગેરેનો ત્યાગ કરવો તે શ્રાવકનો અભિગમ છે. તેથી ચામર, છત્ર વગેરે રાજસી અહંકાર પરક અચિત્ત વસ્તુને ત્યાગી, વિનમ્રતાપૂર્વક અને પગરખા વગેરે ત્યાગી, વિવેકપૂર્વક શ્રાવક મુનિરાજ પાસે જાય છે તે સૂચવવા અશ્વિત્તાળ વળ્યાળ વિસ્તરબાહ્ પાઠ વધુ ઉચિત છે. ઉત્તરાસંગ ઃ– અખંડ એક વસ્ત્ર, ખેસ ધારણ કરવો, મુખ સામે વસ્ત્ર, દુપટ્ટો, મુખવસ્ત્રિકા વગેરે રાખવા. ઉત્તમાંગ–મસ્તકની સમીપે રહેતુ ઉપકરણ તે ઉત્તમાંગ કહેવાય છે. વ્યવહારમાં તેના માટે ઉત્તરાસન શબ્દનો પ્રયોગ કરે છે પરંતુ તે યથાર્થ ભાવને સૂચિત કરતો નથી. આગમ અનુસાર ઉત્તરાસંગ શબ્દપ્રયોગ યથાર્થ છે. પર્યુપાસના :– ત્રણે યોગથી ઉપાસના કરવી. કાયાથી– પંચાંગ નમાવીને નમસ્કાર કરવા અને ગુરુ સમક્ષ હાથ જોડીને વિનયપૂર્વક ઊભા રહેવું, બેસવું. વચનથી– ગુરુ ભગવંતો જે જે ઉપદેશ ફરમાવે તેનો
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy