SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ] શ્રી ભગવતી સૂત્ર-૧ જીવનની આશા અને મૃત્યુના ભયથી વિમુક્ત વગેરે ગુણસંપન્ન હતા, તે કુત્રિકાપણ–ત્રણે લોકની આવશ્યક સર્વ વસ્તુઓ જ્યાં મળે તેવા સ્થાનભૂત હતા અર્થાત્ તે સમસ્ત ગુણોની ઉપલબ્ધિ યુક્ત હતા. તે બહુશ્રુત અને વિશાળ પરિવાર યુક્ત હતા. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અનેક શ્રમણગુણસંપન્ન, પાર્શ્વનાથ ભગવાનના શિષ્યાનુશિષ્ય, કૃતવૃદ્ધ સ્થવિરોનું વર્ણન કર્યું છે. તેના પરથી જૈન મુનિઓના બહુમુખી વ્યક્તિત્વનો પરિચય થાય છે. કુત્રિકા, એક વિશિષ્ટ દુકાનનું નામ છે. આગમ સાહિત્યમાં તેનો અનેક વાર ઉલ્લેખ થયો છે. કુત્તિયના સંસ્કૃત બે રૂપ થાય છે, કુત્રિક અને કુત્રિજ. કૃત્રિક- કુ = પૃથ્વી, ત્રિક = ત્રણ, આપણ = દુકાન. જે દુકાનમાં સ્વર્ગલોક, મનુષ્યલોક અને પાતાલલોક આ ત્રણે લોકની પ્રાપ્ય વસ્તુઓ પ્રાપ્ત થાય તેને કુત્રિકા પણ કહે છે- તે દેવાધિષ્ઠિત હોય છે. સ્થવિર ભગવંતો સમુચિત અર્થ–સંપાદનની લબ્ધિથી યુક્ત અથવા સકલ ગુણોથી યુક્ત હતા તેથી તેને કુત્રિકાપણભૂત કહ્યા છે. શ્રમણોપાસકોનું દર્શનાર્થે ગમન - १३ तए णं तुंगियाए णयरीए सिंघाडग-तिअ-चउक्क-चच्चर महापहपहेसु, जाव एगदिसाभिमुहा णिज्जायंति । ભાવાર્થ :- ત્યાર પછી તંગિયા નગરીના શૃંગાટક-સિંઘોડાના આકારવાળા ત્રિકોણ માર્ગમાં, ત્રિકત્રણ રસ્તા ભેગા થાય તેવા માર્ગમાં, ચતુષ્ક પથો–ચાર રસ્તા ભેગા થાય તેવા માર્ગમાં તથા અનેક માર્ગ ભેગા થતા હોય તેવા માર્ગોમાં, રાજમાર્ગોમાં અને સામાન્ય માર્ગોમાં સર્વત્ર તે સ્થવિર ભગવાનના પદાર્પણની વાત ફેલાઈ ગઈ. જનતા એક જ દિશામાં તેમને વંદન કરવા માટે નીકળી. १४ तए णं ते समणोवासया इमीसे कहाए लद्धट्ठा समाणा हट्ठ-तुट्ठा जाव सद्दावेति, सद्दावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! पासावच्चिज्जा थेरा भगवंतो जाइसंपण्णा जाव अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता णं संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरति । तं महाफलं खलु देवाणुप्पिया ! तहारूवाणं थेराणं भगवंताणं णामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमण-वंदण-णमंसण- पडिपुच्छणपज्जुवासणयाए जाव गहणयाए ? तं गच्छामो णं देवाणुप्पिया! थेरे भगवते
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy