SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૭૬ | શ્રી ભગવતી સૂત્ર-૧ પરિનિર્વાણ સિમાધિમરણ સંબંધી કાયોત્સર્ગ કર્યો. પછી તેનાં વસ્ત્ર પાત્રાદિ ઉપકરણો લઈને, તેઓ વિપુલગિરિ ઉપરથી ધીમે ધીમે નીચે ઊતર્યા, ઊતરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને ભગવાનને વંદન-નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને, તે સ્થવિર મુનિઓએ આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપ દેવાનુપ્રિયના શિષ્ય અંદક અણગાર, જે પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી વિનીત, સ્વભાવથી ઉપશાંત, અલ્પ ક્રોધ-માન-માયા-લોભવાળા, કોમલતા અને નમ્રતાથી યુક્ત, ઈન્દ્રિયોને વશમાં રાખનાર, ભદ્ર અને વિનીત હતા. તે આપની આજ્ઞા લઈને સ્વયંમેવ પંચમહાવ્રતોનું આરોપણ કરીને, સાધુ સાધ્વીઓને ખમાવીને, અમારી સાથે વિપુલગિરિ ઉપર ગયા હતા. તેનું સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ કરવું. તે પાદપોપગમન સંથારો કરીને, કાલધર્મને પ્રાપ્ત થયા છે. આ તેમના ધર્મોપકરણ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં કંઇકમુનિની અંતિમ આરાધના અને તેના સમાધિમરણ પર્યતનું વર્ણન કર્યું છે. તેનો વિષયાનુક્રમ આ પ્રમાણે છે ધર્મ જાગરણ કરતા સ્કંદકમુનિના મનમાં સંલેખનાપૂર્વક પાદપોપગમન સંથારો કરવાની ભાવના થઈ, ભગવાન પાસે સંથારો કરવાની અનુજ્ઞા પ્રાપ્ત કરી. તેમણે સર્વ સાધુ સાધ્વીઓની ક્ષમાયાચના કરીને, યોગ્ય સ્થવિરોની સાથે વિપુલાચલ પર આરોહણ કર્યું. એક પૃથ્વીશિલા પટ્ટ પર દર્ભ સંસ્તારક બિછાવીને, ત્યાં વિધિપૂર્વક, સંલેખનાપૂર્વક યાવજીવન અનશન ગ્રહણ કર્યું. એક માસની સંલેખનાસંથારાની આરાધના કરીને તેઓ સમાધિપૂર્વક કાલધર્મને પ્રાપ્ત થયા. તપશ્ચાત્ તેના સહવર્તી સ્થવિરોએ તેનાં અવશિષ્ટ ઉપકરણો લઈને, ભગવાનને સ્કંદક અણગારના સમાધિમરણની જાણ કરી. અનશનવિધિ - પ્રસ્તુત સૂત્રપાઠમાં અંદક અણગારના અનશન સ્વીકારના વર્ણનના માધ્યમથી અનશન- વિધિ સ્પષ્ટ થાય છે. તેના ચાર અંગ છે. (૧) મહાવ્રત આરોપણા - સાધકે સહુ પ્રથમ પ્રાયશ્ચિતપૂર્વક મહાવ્રતોનું પુનરુચ્ચારણ કરવું. (૨) ક્ષમાપના:- જે સાધુ- સાધ્વીઓ સાથે જીવન વ્યતીત કર્યું છે, તેના પ્રતિ કોઈ દુર્વ્યવહાર થયો હોય, મનથી કલુષિત પરિણામ કર્યા હોય, તેની ક્ષમાયાચના કરવી. (૩) અનશનની વિધિ કરાવનાર કડાઈ(સમર્થ–સક્ષમ) સ્થવિરોની સાથે અનશનભૂમિ પર જવું. (૪) અનશન ભૂમિનું અને ઈંડિલ ભૂમિનું પ્રતિલેખન કરીને, યોગ્ય સ્થાને સંસ્કારક બિછાવીને, તેના પર પૂર્વાભિમુખ સ્થિત થઈને અંજલિબદ્ધ કરીને, અનશનનો સ્વીકાર કરવો. તેમાં અઢાર પાપસ્થાનક, ચારે પ્રકારના આહાર અને પોતાના શરીરના મમત્વનો માવજીવન પર્યત નવકોટિએ ત્યાગ કરવાનો હોય છે. આ રીતે પૂર્વોક્ત ૨૩ બોલનો ત્યાગ કરીને, મૃત્યુપર્યત આત્મભાવમાં સ્થિર રહેવાનું હોય છે. [અનશનનું વિસ્તૃત વર્ણન શ્રી આચારાંગ સૂત્ર અધ્યયન-૮માં છે.] જોહાણT રિયલ = જેમાં કપાયો તથા શરીરને કૃશ કરાય છે તે સંલેખના તપ છે. તેની ઝૂષણા =
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy