SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૬૪ | શ્રી ભગવતી સૂત્ર-૧ दंते, इणमेव णिग्गंथं पावयणं पुरओ काउं विहरइ । ભાવાર્થ :- હવે તે કાત્યાયનગોત્રીય સ્કંદક, અણગાર બની ગયા, તે ઈર્યાસમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડ માત્ર નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર-પ્રસવણ–ખેલ-જલ્લ–સિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ, અને મનસમિતિ, વચનસમિતિ અને કાયસમિતિ આ આઠ સમિતિઓનું સમ્યકરૂપે સાવધાનતાપૂર્વક પાલન કરવા લાગ્યા. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી ગુપ્ત રહેવા લાગ્યા. અર્થાત્ મન, વચન અને કાયાને વશમાં રાખવા લાગ્યા. ગુપ્ત–તે સર્વને વશમાં રાખનાર, ઈન્દ્રિયોને ગુપ્ત વિશમાં રાખનાર, ગુપ્તબ્રહ્મચારી, ત્યાગી, લજ્જાવાન, ધન્ય પુિણ્યવાન અથવા ધર્મ ધનવાન), ક્ષમાવાન, જિતેન્દ્રિય, વ્રત આદિના શોધક–શુદ્ધિપૂર્વક આચરણ કરનાર, નિદાન રહિત, આકાંક્ષારહિત, ઉત્સુકતા રહિત, ચિત્તને સંયમભાવની બહાર ન રાખનાર, સાધુવ્રતોમાં રત–લીન, દાત્ત, સ્કંદક મુનિ આ નિગ્રંથ પ્રવચનને સન્મુખ રાખીને વિચરણ કરવા લાગ્યા અર્થાત્ નિગ્રંથ પ્રવચનાનુસાર સર્વ ક્રિયાઓ કરવા લાગ્યા. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અંદક પરિવ્રાજકનું પ્રભુ સમીપે ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા, વૈરાગ્યભાવની જાગૃતિ, સંયમદાન માટે પ્રભુને વિનંતિ, પ્રભુ તરફથી સંયમદાન તેમજ જ્ઞાનદાન અને અંતે સ્કંદક અણગારની સંયમ સાધનાનું નિરૂપણ છે. પૂર્વોક્ત વર્ણન પરથી કેટલીક વાતોની સ્પષ્ટતા થાય છે. તે સમયે એક સંપ્રદાયથી અન્ય સંપ્રદાયમાં દીક્ષિત થવાની પરંપરા બહુ જટિલ ન હતી. વિચાર પરિવર્તન થયા પછી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં, ગમે ત્યારે દીક્ષિત થઈ શકતા હતા. તેમાં કોઈ વિવાદનો વિષય ન હતો. સ્કંદક પરિવ્રાજકને નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા થઈ, તેણે પ્રભુને સંયમદાન માટે વિનંતિ કરી અને તરતજ પ્રભુએ તેને પોતાના સંઘમાં પ્રવ્રજિત કર્યા. પ્રવ્રજિત કરવાની સાથે પ્રભુએ તેને મુંડિત કર્યા આદિ ચાર બોલનો ઉલ્લેખ શાસ્ત્રકારે કર્યો છે. વૃત્તિકારે આ ચારે પદનો ક્રમ બતાવ્યો છે. તે અનુસાર પબ્લાવિયું = પ્રવાજન-મૂનિવેશ આપવો, મહાવિય = મુંડાપન-કેશલુંચન કરવું, તેલિવું = શૈક્ષાપિત દિનચર્યા સંબંધિત દશ સમાચારી આદિનું જ્ઞાન આપવું, સિરાવિયે = શિક્ષાપિત-અધ્યયન કરાવવું. સૂત્રમાં આ ચારે પદ એક સાથે પ્રયુક્ત છે. માયાવર = આચાર [જ્ઞાનાદિ પાંચ આચાર) અને ગૌચરી– ભિક્ષાટન વિષયક જ્ઞાન, વિજય = અનુશાસન અથવા વિનમ્રતા, વેપડ્રય = વિનયનું ફળ, ગાયામયાવત્તિય = સંયમયાત્રા અને આહારની માત્રાનો વ્યવહાર–વૃત્તિ, વરખ = તે વ્રતાદિનો સૂચક છે. તે ચરણસિત્તરી નામથી પ્રસિદ્ધ છે, રન = પિંડવિશુદ્ધિ. તે કરણસિત્તરી નામથી પ્રસિદ્ધ છે. શૈક્ષ- નવદીક્ષિત સાધુને મુનિજીવનની સાધના માટે આ ક્રમથી જ્ઞાન આપવામાં આવે છે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy