SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨: ઉદ્દેશક-૧ _ [ ૨૪૩ ] ભવભ્રમણના કારણરૂપ કર્મોનો નિરોધ ન થાય, નાશ ન થાય, ત્યાં સુધી તેની મુક્તિ થતી નથી. તે ગરમ આદિ પદોના અર્થ આ પ્રમાણે છેહિને :- જેણે પોતાના આગામી જન્મનો વિરોધ કર્યો છે, જે ચરમ ભવને પ્રાપ્ત થયા છે. બિરબલવંજે :- જેણે સંસારના પ્રપંચને–વિસ્તારને રોકી દીધો છે તે. અહીં સંસારે - જેનો ચતુર્ગતિભ્રમણરૂપ સંસાર ક્ષીણ થયો છે તે. પહજ સંસાર વે ન્ડે - જેનું સંસાર વેદનીય કર્મ ક્ષીણ થયું છે તે. વોચ્છિvo સંસાર:- જેનો ચતુર્ગતિક સંસાર વ્યવચ્છિન્ન થઈ ગયો છે તે. રૂત્થલ્ય :- આ અર્થને–અર્થાત્ અનેક વાર તિર્યચમનુષ્ય, દેવ અને નરકગતિ સમાપન્નરૂપ ભાવને. ત્થરં પાઠાન્તર પણ પ્રાપ્ત થાય છે. તેનો અર્થ છે મનુષ્યત્વ આદિ. સ્જદક પરિવાજક શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલ પરિવ્રાજકના શિષ્ય સ્કંદક પરિવ્રાજક હતા. જે વેદ-વેદાંતમાં પારંગત હતા. ત્યાં પ્રભુ મહાવીરના શ્રાવક પિંગલ નિગ્રંથ રહેતા હતા. પિંગલ નિગ્રંથે સ્કંદકને આક્ષેપપૂર્વક પાંચ પ્રશ્નો પૂછ્યા. લોક સાત્ત છે કે અનંત? તે જ રીતે જીવ, સિદ્ધિ અને સિદ્ધ સાન્ત છે કે અનંત? કયા મરણથી મરતા જીવ સંસાર વધારે છે અને ઘટાડે છે? સ્કંદક તેના ઉત્તર આપી શક્યા નહીં. પ્રશ્નના સમાધાનના લક્ષે પરિવ્રાજકના વેષમાં જ તે પ્રભુ પાસે જવા નીકળ્યા. ગૌતમે પણ પ્રભુ પાસેથી તેનું ભાવિ જાણી લીધું. જ્યારે અંદક પધાર્યા ત્યારે તે ભવિષ્યમાં પ્રભુના શિષ્ય બનવાના છે તે સંબંધે ગૌતમે તેનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રભુના જ્ઞાનાતિશયને પ્રગટ કરવા અંદરના પૂછ્યા વિના જ તેના આગમનનું કારણ જણાવ્યું. સ્કંદકે પ્રભુની સર્વજ્ઞતાને જાણી, પ્રભુ પાસે સમાધાન પામી, ત્યાં જ પ્રભુ પાસે દીક્ષિત થયા. ત્યાર પછી ૧૧ અંગનું અધ્યયન, ૧૨ ભિક્ષની પ્રતિમા અને ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી, ૧૨ વર્ષની સંયમ પર્યાયનું પાલન કરી અને વિપુલગિરિ પર્વત પર જઈને, એક માસનો પાદપોપગમન સંથારો કર્યો. કાલધર્મ પામી બારમા દેવલોકે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધ થશે. પિંગલ નિર્ગથ અને સ્કંદક પરિવ્રાજક :|१६ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहाओ णयराओ गुणसिलाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ :- કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાંથી નીકળ્યા અને બહારના જનપદોમાં વિહાર કરવા લાગ્યા. |१७ तेणं कालेणं तेणं समएणं कयंगला णामं णयरी होत्था, वण्णओ ।
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy