SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ | શ્રી ભગવતી સૂત્ર-૧ ક્રમશઃ દોષનો ત્યાગ કરીને અસંગદશા પ્રગટ થાય છે. ગહ :- ક્રોધાદિ વિભાવ રૂપ દોષ આત્મામાં હોવા છતાં તેની નિંદા, ગહ કરવાથી તે દોષનો નાશ થાય, ક્ષમાદિ આત્મગુણો પ્રગટ થાય છે. ગહથી સંયમની પુષ્ટિ થાય છે. જ્યારે સામાયિક આદિ આત્મગત બની જાય, પરિપક્વ થઈ જાય, ત્યારે આત્મા જ સામાયિક સ્વરૂપ છે, તેમ કહી શકાય. પરંતુ જ્યાં સુધી સામાયિકાદિ અભ્યાસની અવસ્થામાં હોય, તે સ્થિતિમાં ગહ દ્વારા તે અભ્યાસને પરિપક્વ કરવો જરૂરી છે. કાયા દ્વારા પાપકર્મનું આચરણ ન કરવું તે પણ ગહનો એક પ્રકાર છે, પ્રત્યાખ્યાનનો પણ તે જ ઉદ્દેશ્ય છે. આ રીતે ગહ સંયમ સાધનાનું એક મહત્વપૂર્ણ અંગ છે. તેથી જ અહીં કહ્યું છે કે ગહથી સંયમ પ્રાપ્ત થાય છે, ઉપચિત-પુષ્ટ થાય છે અને ઉપસ્થિત-ચિરસ્થાયી બને છે. આ રીતે પૂર્વોક્ત પ્રશ્નોના સચોટ ઉત્તરો સાંભળી કાલાચવેષિપુત્ર અણગારને પૂર્ણ સંતોષ થયો. હદય પરિવર્તન થતાં જ આક્ષેપયુક્ત પ્રશ્નકર્તા કાલાસ્યવેષિ અણગાર સ્થવિર ભગવંતોનું શિષ્યત્વ સ્વીકારવા કટિબદ્ધ બન્યા. પંચમહાવ્રતરૂપ ધર્મ સ્વીકાર :| २८ तए णं से कालसवेसियपुत्ते अणगारे थेरे भगवंते वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्म उवसंपज्जित्ताणं विहरइ । ભાવાર્થ :- તત્પશ્ચાતુ કાલાસ્યવેષિ પુત્ર અણગારે સ્થવિર ભગવંતોને વંદના કરી, નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને,ચાતુર્યામ ધર્મના સ્થાને પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો અને વિચરણ કરવા લાગ્યાં. | २९ तए णं से कालासवेसियपुत्ते अणगारे बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ, पाउणित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे मुंडभावे अण्हाणयं अदंतधुवणयं अछत्तयं अणोवाहणयं भूमिसेज्जा फलहसेज्जा कट्ठसेज्जा केसलोओ बंभचेरवासो परघरप्पवेसो लद्धावलद्धी उच्चावया गामकंटगा बावीसं परीसहोवसग्गा अहियासिज्जंति, तं अटुं आराहेइ, आराहित्ता चरिमेहि उस्सासणीसासेहि सिद्धे बुद्धे मुत्ते परिणिव्वुडे सव्वदुक्खप्पहीणे। ભાવાર્થ :- તદનંતર કાલાસ્યવેષિ પુત્ર અણગારે અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદત્તધોવન, છત્રવર્જન, પગરખા વર્જન, ભૂમિશયન, ફલક-પાટિયા] પર શયન, કાષ્ટશયન, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, ભિક્ષાને માટે ગૃહસ્થોના ઘરોમાં પ્રવેશ, લાભ અને અલાભમાં
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy