SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ | શ્રી ભગવતી સૂત્ર-૧ | ઉત્તર- હે ગૌતમ ! એક અપેક્ષાએ જીવ ઈન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે અને અન્ય અપેક્ષાએ ઈન્દ્રિય રહિત ઉત્પન્ન થાય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ જીવ ઈન્દ્રિયરહિત ઉત્પન્ન થાય છે અને ભાવેન્દ્રિયની અપેક્ષાએ ઈન્દ્રિયસહિત ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેથી આ પ્રમાણે કહ્યું છે. | १२ जीवे णं भंते ! गब्भं वक्कममाणे किं ससरीरी वक्कमइ, असरीरी वक्कमइ? गोयमा ! सिय ससरीरी वक्कमइ, सिय असरीरी वक्कमइ। से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! ओरालिय-वेउव्विय-आहारयाई पडुच्च असरीरी वक्कमइ। तेया-कम्माइं पडुच्च ससरीरी वक्कमइ, से तेणटेणं गोयमा! एवं वुच्चइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ શું શરીરસહિત ઉત્પન્ન થાય છે કે શરીર રહિત ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! એક અપેક્ષાએ જીવ શરીર સહિત ઉત્પન્ન થાય છે અને અન્ય અપેક્ષાએ શરીર રહિત ઉત્પન્ન થાય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ! ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરની અપેક્ષાએ જીવ શરીર રહિત ઉત્પન્ન થાય છે અને તૈજસ-કાશ્મણ શરીરની અપેક્ષાએ શરીર સહિત ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેથી આ પ્રમાણે કહ્યું છે. १३ जीवे णं भंते ! गब्भं वक्कममाणे तप्पढमयाए किं आहारं आहारेइ? गोयमा ! माउओयं पिउसुक्कं तं तदुभयसंसिर्ल्ड कलुसं किव्विसं तप्पढमयाए आहारं आहारेइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાં જ, સર્વપ્રથમ શું આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાં જ, સર્વ પ્રથમ પરસ્પર એક બીજામાં મળેલું માતાના શોણિત-રૂધિર અને પિતાનું શુક્રવીર્ય જે કલુષ છે અને કિલ્પિષ છે, તેવા પુદ્ગલોનો આહાર કરે છે. |१४ जीवे णं भंते ! गब्भगए समाणे किं आहारं आहारेइ ?
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy