SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર–૧ णामं अणगारे पगइभद्दए, पगइमउए, पगइविणीए, पगइडवसंते, पगइपयणुकोह -माणमाया-लोभे, मिउमद्दवसंपण्णे, अलीणे, भद्दए, विणीए समणस्स भगवओ महावीरस्स अदूरसामंते उडुंजाणु, अहोसिरे, झाणकोट्ठोवगए संजेमणं, तवसा अप्पाणं भावेमाणे विरहइ । तए णं से रोहे अणगारे जायसड्ढे जाव पज्जुवासमाणे एवं वयासी ૧૫૨ ભાવાર્થ :- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી (શિષ્ય) રોહા નામક અણગાર હતા. તે પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી મુહુ(કોમલ), પ્રકૃતિથી વિનીત, પ્રકૃતિથી ઉપશાંત, અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા, અત્યંત નિર ંકારતા-મૃદુતા સંપન્ન, ગુરુ સમાશ્રિત[ગુરુ ભક્તિમાં લીન] અથવા ગુપ્તેન્દ્રિય, ભદ્રિક–માયાકપટ રહિત, વિનયમૂર્તિ હતા. તે શ્રમણ ભગવાન મહાવીરની ન અતિ દૂર, ,ન અતિ નજીક, ઉર્ધ્વજાનુ—ઘૂંટણ ઉપર કરીને અને અધોશિર–નીચેની તરફ મસ્તક ઝૂકાવીને, ધ્યાનરૂપી કોષ્ઠાગારમાં પ્રવિષ્ટ, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તત્ પશ્ચાત્ તે રોહા અણગાર જાતશ્રદ્ધાવાન આદિ વિશેષણ યુક્ત બની, શ્રમણ ભગવાન મહાવીરની પર્યુપાસના કરતા તેમણે આ પ્રમાણે કહ્યું વિવેચન : રોહા નામના અણગાર પ્રભુ મહાવીરના વિનીત શિષ્ય હતા. તત્કાલીન ભિન્ન ભિન્ન દાર્શનિક વિચારધારાઓને લઈને, તેના અંતરમાં પણ અનેક મૂળભૂત પ્રશ્નો ઉપસ્થિત થયા. કોઈ પણ મનુષ્ય જ્યારે ચિંતનનો પ્રારંભ કરે છે, ત્યારે તેના અંતરમાં મૂળભૂત તત્ત્વ વિષયક જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું ? તેનો નાશ ક્યારે થશે ? આ સૃષ્ટિ પર પહેલું કોણ આવ્યું હશે ? વગેરે પ્રશ્નો સહજ રીતે થાય છે. ભિન્ન ભિન્ન દર્શનોમાં તેનું સમાધાન ભિન્ન ભિન્ન રીતે થયું છે. ઉપનિષદ્માં પણ તવિષયક વિભિન્ન વિચારધારા છે. (૧) જગતનું મૂળ તત્ત્વ અસત્ છે. અસત્માથી સત્ની ઉત્પત્તિ થઈ છે. (૨) જગતનું મૂળ તત્ત્વ સત્ છે સત્માંથી જ સૃષ્ટિનું સર્જન થયું છે. (૩) જગતનું મૂળ તત્ત્વ અચેતન છે. (૪) જગતનું મૂળ તત્ત્વ ચેતન—આત્મા છે. બ્રહ્માદ્વૈતવાદીના મતે સંપૂર્ણ જગત બ્રહ્મસ્વરૂપ છે અને આપણે સહુ તેના પ્રતિબિંબ છીએ. પ્રાચીન પરંપરા અનુસાર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા, પાલનકર્તા વિષ્ણુ અને સંહારકર્તા મહેશ–(શંકર) મનાય છે. બૃહદારણ્યક અનુસાર જગતનો મૂળ સ્રોત જલતત્ત્વ છે. આ પ્રકારની વિભિન્ન વિચારધારાઓમાં સત્ય તત્ત્વને સમજવા માટે રોહા અણગારના પ્રશ્નો અત્યંત મહત્વના છે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy