SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૪] શ્રી ભગવતી સૂત્ર-૧ ઉત્તર- હા, ગૌતમ ! તે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા છે, સમસ્ત દુઃખોનો અંત કર્યો છે. છદ્મસ્થની જેમ અહીં પણ ત્રિકાલ સંબંધી ત્રણ આલાપકનું કથન કરવું જોઈએ. વિશેષતા એ કે તે સિદ્ધ થયા છે, થાય છે અને થશે એમ કહેવું. १४ से णूणं भंते ! अतीतं अणतं सासयं समयं; पडुप्पण्णं वा सासयं समयं; अणागयं अणंतं वा सासयं समयं जे केइ अंतकरा वा, अंतिमसरीरिया वा, सव्वदुक्खाणं अंतं करेंसु वा, करेंति वा, करिस्संति वा; सव्वे ते उप्पण्णणाण- दंसणधरा अरहा जिणा केवली भवित्ता तओ पच्छा सिझंति जाव अंतं करिस्संति वा ? हंता गोयमा ! अतीतं अणंतं सासयं जाव अंतं करिस्संति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનંત શાશ્વત અતીતકાળમાં, શાશ્વત વર્તમાનકાળમાં અને અનંત શાશ્વત ભવિષ્યકાલમાં જે અંતકરોએ અથવા ચરમ શરીરી પુરુષોએ સમસ્ત દુઃખોનો અંત કર્યો છે, કરે છે, અથવા કરશે, શું તે સર્વ ઉત્પન્ન જ્ઞાન-દર્શનધારી, અહંતુ, જિન અને કેવલી થઈને તતુ પશ્ચાત્ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા છે, ત્યાંથી સમસ્ત દુઃખોનો અંત કરશે? ત્યાં સુધીના પ્રશ્ન કરવા જોઈએ. ઉત્તર- હા, ગૌતમ! અનંત અતીત, શાશ્વતકાલમાં તે સર્વ દુઃખોનો અંત કરશે. | १५ से णूणं भंते ! उप्पण्णणाण-दसणधरे अरहा जिणे केवली अलमत्थु त्ति वत्तव्वं सिया ? हंता गोयमा ! उप्पण्णणाण-दसणधरे अरहा जिणे केवली अलमत्थु त्ति वत्तव्वं सिया ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પન્ન જ્ઞાન-દર્શનધારી, અહંતુ, જિન અને કેવલી 'અલમસ્તુ' અર્થાતુ પૂર્ણ છે, તે પ્રમાણે કહી શકાય? ઉત્તર- હા, ગૌતમ ! તે ઉત્પન્ન જ્ઞાન-દર્શનધારી, અહંતુ, જિન અને કેવલી અલમસ્તુ અર્થાત્ પૂર્ણ છે. તે પ્રમાણે કહી શકાય. હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં મોક્ષગમન માટેની યોગ્યતાની વિચારણા કરી છે. મનુષ્યના બે પ્રકાર છે. છદ્મસ્થ અને કેવળી. છધ-આવરણ. જેને જ્ઞાન પરનું આવરણ વિધમાન છે તેને છપસ્થ કહેવાય છે અને જેને
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy