SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર-૧ અયોગ્ય છે. (૩) અનુદીર્ણ ઉદીરણાભવિક કર્મ - ઉદયમાં નહીં આવેલા પરંતુ ઉદીરણાને યોગ્ય છે તેવા કર્મો અર્થાત જેનો અબાધાકાલ પૂર્ણ થઈ ગયો છે પરંતુ ઉદયાવલિકામાં પ્રવેશ ન થયો હોય તેવા કર્મો ઉદીરણાને યોગ્ય છે અને તેવા કર્મોની ઉદીરણા થાય છે. (૪) ઉદયાન્તર પશ્ચાત્કૃત - ઉદય પછીના સમયે તેને ઉદયાન્તર પશ્ચાતકૃત કહે છે. ચાર વિકલ્પોમાંથી ઉદીરણાને માટે ત્રીજો વિકલ્પ અર્થાત્ જીવ સ્વયં ઉત્થાનાદિ દ્વારા પોતાના પુરુષાર્થથી જ અનુદીર્ણ-ઉદીરણાભવિક કર્મોની ઉદીરણા કરે છે. ગર્તા અને સંવર તેના સાધન છે. ગહ :- અતીતકાલીન પાપકર્મોની અને તેના સાધનોની વિચારણા કરીને આત્મનિંદા કરવી, તેમાં પાપ પ્રતિ નિર્વેદભાવ જાગૃત થાય છે. તે પ્રાયશ્ચિત્તની પૂર્વભૂમિકા છે અને ઉદીરણામાં સહાયક છે. સંવર :- વર્તમાનકાલીન પાપાશ્રયોને રોકવા, તેના પ્રત્યાખ્યાન કરવા તે સંવર છે. કર્મોનો ઉપશમ, વેદના અને નિર્જરા પણ જીવ સ્વયં ઉત્થાનાદિથી જ કરે છે. તેમાં પણ શાસ્ત્રકારે પૂર્વોક્ત ચાર વિકલ્પથી પ્રશ્ન કર્યા છે. તેનો નિષ્કર્ષ એ છે કે (૧) ઉદીર્ણ કર્મ- ઉદયમાં આવેલા કર્મોનું વેદન થાય છે.(૨) અનુદીર્ણ કર્મ-ઉદયમાં નહીં આવેલા કર્મોનો ઉપશમ થાય છે. (૩) અનુદીર્ણ—ઉદીરણાભવિક કર્મની–ઉદીરણા થાય છે. (૪) ઉદયાત્તર પશ્ચાતુકત [ઉદય પશ્ચાતુ) કર્મની નિર્જરા થાય છે. કહ્યું છે કે तइएण उदीरेंति, उवसामेति य पुणो वि बीएणं । वेइंति णिज्जरति य, पढमचउत्थेहिं सव्वेवि ॥ ચાર ભાંગામાંથી ત્રીજા ભાંગે ઉદીરણા, બીજા ભાંગે ઉપશમ, પહેલા ભાગે વેદના અને ચોથા ભાંગે નિર્જરા થાય છે. સર્વ જીવો માટે તે જ નિયમ છે. કાંક્ષામોહનીય ચોવીસ દંડકોમાં :| १९ णेरइया णं भंते ! कंखामोहणिज्ज कम्मं वेदेति ? जहा ओहिआ जीवा तहा णेरइया जाव थणियकुमारा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિક જીવ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે? ઉત્તર- હા, ગૌતમ! વેદન કરે છે. સામાન્ય(ઔધિક) જીવોના સંબંધમાં જે રીતે આલાપક કહ્યા છે તે જ રીતે નૈરયિકોથી લઈ સ્વનિતકુમારો(દસ ભવનપતિદેવો) પર્યત સમજવું. २० पुढविक्काइया णं भंते ! कंखामोहणिज्ज कम्मं वेदेति ? हता, वेदेति ।
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy