SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧ઃ ઉદ્દેશક–૨ પરિવર્તિત ન થાય તો તેના દ્વારા કરાયેલા પ્રકૃષ્ટ પુણ્ય અને પ્રકૃષ્ટ પાપ નિરર્થક જશે. શુભકર્મ કરવા છતાં પણ પશુ, પશુ જ રહે. કરોડો પાપ કર્મ કરવા છતાં પણ મનુષ્ય મનુષ્ય જ રહે, તો તેના પુણ્ય અને પાપકર્મનું ફળ નિષ્ફળ જશે. તેમ જ મુક્તિની પ્રાપ્તિ અસંભવિત બની જશે. ફલતઃ મુક્તિ માટે થતા તપ, જપ, ધ્યાનાદિ અનુષ્ઠાન પણ નિરર્થક બની જશે. તેથી જ ભગવાને કહ્યું છે કે જીવ ચાર પ્રકારના સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. ક્યારેક નારક, ક્યારેક તિર્યંચ, ક્યારેક મનુષ્ય અને ક્યારેક દેવયોનિમાં આ જાવે સમય વ્યતીત કર્યો છે. ૭૧ - સંસાર સંસ્થાનકાલ ઃ- સંસારનો અર્થ છે- એક ભવ[જન્મ] થી બીજા ભવમાં સંસરણ-ગમનરૂપ ક્રિયા. તેની સંસ્થાન—સ્થિર રહેવા રૂપ ક્રિયા. તેનો કા[અવધિ] તે સંસાર સંસ્થાનકાલ છે અર્થાત્ આ જીવ અતીતકાલમાં ક્યાં ક્યાં, કઈ કઈ ગતિમાં, કેટલા કાલ સુધી સ્થિત રહ્યો ? તેનો સરવાળો તે સંસાર સંસ્થિતકાલ સંસ્થાનકાલ કહેવાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્નનો આ જ આશય છે. ત્રિવિધ સંસાર સંસ્થાનકાલ :– સંસાર સંસ્થાનકાલના ત્રણ પ્રકાર છે. શૂન્યકાલ, અશૂન્યકાલ અને મિશ્રકાલ. અશૂન્યકાલ ઃ- આદિષ્ટ[વિવક્ષિત] સમયના નારકોમાંથી એક પણ નારક જ્યાં સુધી મરીને નીકળે નહિ અને કોઈ નવો નારકી જન્મ ધારણ કરે નહીં અર્થાત વર્તમાને સાતે નરકમાં જેટલા જીવ વિદ્યમાન છે તેમાંથી કોઈ પણ જીવ મરે નહિ કે કોઈ નવો જીવ જન્મે પણ નહિ. જેટલા સમય સુધી તેની જીવ સંખ્યા નિશ્ચિંત રહે તે સમયને નરકની અપેક્ષાએ અશુન્યકાલ કહે છે. આ રીતે ચારે ગતિમાં સમજવું. અસત્ કલ્પનાએ વર્તમાને સાતે નરકમાં ૭૦૦ નારકી વિધમાન છે. એક કલાક પર્યંત તે સાતસોમાંથી કોઈ મરે નહિ અને કોઈ નવો જીવ જન્મે પણ નહિ. નારકોની સંખ્યા ૭૦૦ જ રહે, તો તે એક કલાકના સમયને નરકની અપેક્ષાએ અશૂન્યકાલ કહે છે. આ રીતે અશૂન્યકાલ બાર બાર મુહૂર્તનો છે. કારણ કે ચારે ગતિનો જન્મમરણનો વિહકાલ પણ બાર બાર મુહૂર્તનો છે અને વિરહકાલ જેટલો જ અશૂન્યકાલ હોય છે. आइट्ठ समइयाणं, णेरइयाणं न जाव इक्को वि । उवट्टर अण्णो वा, उववज्जइ सो असुण्णो उ ॥ ट्टे एक्कमिव ता, मीसो धरइ जाव एक्को वि । पिल्लेविएहिं सव्वेहिं वट्टमाणेहिं सुण्णो उ ॥ મિશ્રકાલ ઃ– વર્તમાને નિયત કરેલા નારકોમાંથી જ્યારે એક નારકીનો નીકળવાનો પ્રારંભ થાય ત્યારથી લઇને, જ્યાં સુધી તે નરકમાં નિયત કરેલા નારકોમાંથી એક પણ નારક શેષ રહે, ત્યાં સુધીના સમયને નરકની અપેક્ષાએ મિશ્રકાલ કહે છે. [અસત્ કલ્પનાએ વર્તમાને નરકમાં ૭૦૦ નારકી છે તેમાંથી ક્રમશઃ ૧, ૨, ૩ યાવત્ ૫૦૦ જીવો નરકમાંથી નીકળીને મનુષ્ય, તિર્યંચ આદિ ગતિમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી શેષ ર૦ રહ્યા છે. તેમાંથી ૧૦૦ નીકળી ગયા. પહેલા પ૦૦ ની કળ્યા હતા તેમાંથી ૪૦૦ જીવોએ પુનઃ તે જ અવસ્થામાં જન્મ ધારણ કર્યો. આમ તે ૭૦૦ નારકોનું તે જ સ્થાનમાં ગમનાગમન ચાલુ રહે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy