SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] શ્રી સમવાયાંગ સૂત્ર - ચોથું સમવાય. Tezzzzzzzzzzz પરિચય : પ્રસ્તુત સમવાયમાં ચારચારની સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે. ચાર કષાય, ચાર ધ્યાન, ચાર વિકથાઓ, ચાર સંજ્ઞા, ચાર પ્રકારના બંધ તથા અનુરાધા, પૂર્વાષાઢા નક્ષત્રના ચાર ચાર તારાઓ, નારકી અને દેવોની ચાર પલ્યોપમ અને ચાર સાગરોપમની સ્થિતિનો ઉલ્લેખ કરીને અંતે કેટલાક જીવોનું ચાર ભવ કરીને મોક્ષ જવાનું કથન છે. | १ | चत्तारि कसाया पण्णत्ता, तं जहा-कोहकसाए माणकसाए मायाकसाए लोभकसाए । चतारि झाणा पण्णत्ता, तं जहा- अट्टज्झाणे रूद्दज्झाणे धम्मज्झाणे सुक्कज्झाणे । चतारि विकहाओ पण्णत्ताओ, तं जहा- इत्थिकहा भत्तकहा रायकहा देसकहा । चतारि सण्णा पण्णत्ता, तं जहा- आहारसण्णा भयसण्णा मेहुणसण्णा परिग्गहसण्णा । चउव्विहे बंधे पण्णत्ते, तं जहापगइबंधे ठिइबंधे अणुभावबंधे पएसबंधे । चउगाउए जोयणे पण्णत्ते । ભાવાર્થ :- કષાય ચાર છે યથા– ક્રોધકષાય, માનકષાય, માયાકષાય, લોભકષાય. ધ્યાન ચાર છે. યથા- આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન. વિકથાઓ ચાર છે, યથા– સ્ત્રીકથા, ભત્તકથા, રાજકથા, દેશકથા. સંજ્ઞાઓ ચાર છે, યથા– આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા. બંધના ચાર પ્રકાર છે, યથા-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ. ચાર ગાઉનો એક યોજન થાય છે. વિવેચન : સાથ – કષાય. આત્માના પરિણામોને જે કલુષિત કરે છે, તે કષાય છે. કષાયથી આત્માનું સ્વાભાવિક સ્વરૂપ નષ્ટ થઈ જાય છે. કષાયો આત્મધનને લૂંટનારા ચોર છે. તે આત્મામાં છુપાયેલો દોષ છે. ક્રોધ, માન, માયા, લોભ, એ કષાયના ચાર પ્રકાર છે. કષાયના અનેક ભેદ પ્રભેદ છે. કષાય કર્મજનક વૈકારિક પ્રવૃત્તિ છે. તે પ્રવૃત્તિનો પરિત્યાગ કરીને આત્મસ્વરૂપમાં રમણ કરવું, તે સાધકનું લક્ષ્ય હોવું જોઈએ. ધ્યાન- ચિત્તને કોઈ એક વિષય પર કે કોઈ એક બિંદુ પર કેન્દ્રિત કરવું, તે ધ્યાન છે. ધ્યાન માટે મુખ્ય ત્રણ વાત અપેક્ષિત છે– ધ્યાતા, ધ્યેય અને ધ્યાન. ધ્યાન કરનાર વ્યકિત ધ્યાતા છે. જેનું ધ્યાન કરાય છે,તે ધ્યેય છે અને ધ્યાતાના ચિત્તનું સ્થિર થઈ જવું, તે "ધ્યાન" છે. ધ્યાન સાધના માટે પરિગ્રહનો ત્યાગ,
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy