SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય નિરૂપણ | ૩૩૫ | અને વચ્ચમાં ખીલી લાગેલી હોય તેને વજઋષભનારી સહનન કહે છે. જે શરીરનાં હાડકાંમાં ખીલી ન લાગેલી હોય, પરંતુ બન્ને પડખાંનાં હાડકાં મર્કટ બંધથી બંધાયેલા હોય અને પટ્ટાથી વીંટળાયેલા હોય તેને ઋષભ નારી સંહાન કહે છે. જે શરીરનાં હાડકાં ઉપર પટ્ટો પણ ન હોય તેને નારાચ સહનન કહે છે. જે શરીરનાં હાડકાં એક તરફ જ મર્કટબંધથી યુક્ત હોય, બીજી તરફથી ન હોય તેને અર્ધનારચ સંહનન કહે છે. જે શરીરનાં હાડકાંમાં માત્ર ખીલી લાગેલી હોય તેને કીલિકા સહનન કહે છે. જે શરીરનાં હાડકાં પરસ્પર મળેલાં હોય અને ચર્મથી વીંટળાયેલાં હોય તેને સેવાર્ત સહનન કહે છે. દેવો અને નારકી જીવોનાં શરીરમાં હાડકાં હોતાં નથી, તેથી તેને સંહનન નથી. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય છએ છ સંહનનવાળા હોય છે. સંસ્થાન : ४१ कइविहे णं भंते ! संठाणे पण्णत्ते ? गोयमा ! छव्विहे संठाणे पण्णत्ते, तं जहा- समचउरंसे णिग्गोहपरिमंडले साइए वामणे खुज्जे हुंडे । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવાન! સંસ્થાનના કેટલા પ્રકાર છે? ઉત્તર – હે ગૌતમ ! સંસ્થાનના છ પ્રકાર છે. (૧) સમચરસ સંસ્થાન (૨) ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન (૩) સાદિ સંસ્થાન (૪) વામન સંસ્થાન (૫) કુન્જ સંસ્થાન (૬) હુંડ સંસ્થાન. ४२ णेरइया णं भंते ! किं संठाणी पण्णत्ता । गोयमा ! हुंडसंठाणी पण्णत्ता। असुरकु मारा कि संठाणी पण्णत्ता ? गोयमा ! समचउरससंठाणसंठिया पण्णत्ता । एवं जाव थणियकुमारा । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! નારકીઓને કયુ સંસ્થાન હોય છે? ઉત્તર - હે ગૌતમ! નારકી ઓને હૂંડ સંસ્થાન હોય છે. પ્રશ્ર – હે ભગવન્! અસુરકુમાર દેવોને કયુ સંસ્થાન હોય છે? ઉત્તર – હે ગૌતમ! અસુરકુમારદેવોને સમચતુરસ સંસ્થાન હોય છે. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધીના દરેક ભવનવાસી દેવોને સમચતુરસ સંસ્થાન હોય છે. ४३ पुढवी मसूरसंठाणा पण्णत्ता । आऊ थिबुयसंठाणा पण्णत्ता । ते सूईकलाव संठाणा पण्णत्ता । वाऊ पडागासंठाणा पण्णत्ता । वणस्सई णाणासंठाण सठिया પug ભાવાર્થ – પૃથ્વીકાયિક મસૂર સંસ્થાનવાળા હોય છે. અપકાયિક સ્તિબુક (બિન્દુ)સંસ્થાનવાળા છે.
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy