SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ | શ્રી સમવાયાંગ સૂત્ર નથી. એવી માન્યતા રાખનારા વાદી ઉક્ત ભેદમાં નિહિત થઈ જાય છે. (૮) ન હિ પરોજગાવી - આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. તો પછી પરલોક કેવી રીતે હોઈ શકે? આત્મા ન હોવાથી પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, શુભ-અશુભ કોઈ પણ કર્મ રહેતું નથી, માટે પરલોક છે એમ માનવું એ નિરર્થક છે અથવા શાંતિ એ જ મોક્ષ છે. તેઓ આત્માને તો માને છે પરંતુ તેનું કહેવું છે કે આત્મા અલ્પજ્ઞ છે, તે ક્યારેય પણ સર્વજ્ઞ બની શકતો નથી. સંસારી આત્મા ક્યારે ય મુક્ત બની શકતો નથી અથવા આ લોકમાં જ શાંતિ,શાતા અને સુખ છે. પરલોકમાં એ દરેકનો સર્વથા અભાવ છે. પરલોકનો, પુનર્જન્મનો અને મોક્ષના નિષેધક જે કોઈ વિચારક હોય, એ દરેકનો સમાવેશ આ ભેદમાં થઈ જાય છે. અજ્ઞાનવાદી- તેમના મતાનુસાર સર્વ અનર્થોનું મુળ જ્ઞાન છે. જ્ઞાન હોય, તો વાદ-વિવાદ, કલહ, સંઘર્ષ, અહંકાર, કષાયોની વૃદ્ધિ થાય છે. જ્ઞાન જ ન હોય તો વાદ-વિવાદથી દૂર રહી શકાય છે. જ્ઞાન હોવા છતાં અપરાધ કરે, તો તેનો દંડ વિશેષ થાય છે. અજાણતાં અપરાધ થાય, તો દંડ ઓછો મળે છે. આ જગતમાં ભિન્ન-ભિન્ન દાર્શનિકો પોતાના મતની પુષ્ટિ માટે વિવિધ તર્ક-વિતર્કો અને યુક્તિઓ પ્રગટ કરે છે, પરસ્પર એક બીજાનું ખંડન-મંડન કરે છે. તેમાં સત્ય શું છે તે જાણી શકાતું નથી, તેથી અજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે. જેમ ઔષધિના જ્ઞાન વિના પણ ઔષધ સેવનથી વ્યક્તિ નિરોગી થાય છે. નિરોગી થવા માટે ઔષધના જ્ઞાનની જરૂર નથી. તેમજ કર્મથી મુક્ત થવા માટે જ્ઞાનની જરૂર નથી. અજ્ઞાનવાદીના ૬૭ ભેદ છે, યથા– જીવાદિ નવ તત્ત્વ છે અને સ્યાદ્વાદ–અનેકાંતવાદની સપ્તભંગી છે, તેને ગુણતાં ૭ X ૯ = ૩ ભેદ થાય છે અને ઉત્પત્તિના સદ્, અસદ્, અવક્તવ્ય તથા સદ્ અસ અવક્તવ્ય આ ચાર ભંગ ઉમેરતાના ૬૭ ભેદ થાય છે. બીજી અપેક્ષાએ નવ તત્ત્વના સાત-સાત ભંગ થતાં ૯ X ૭ = ૬૩ ભંગ છે અને (૧) સાંખ્યમત (૨) શૈવમત (૩) વેદાંતવાદ અને (૪) વૈષ્ણવમત, આ ચારે મત ભક્તિપ્રધાન છે. તેમાં પણ જ્ઞાન-ક્રિયાની વિશેષ અપેક્ષા નથી, તેથી તેની ગણના અજ્ઞાનવાદમાં થાય છે. જેથી ૭ + ૪ = ૬૭ ભેદ થાય છે. વિનયવાદી :- માત્ર વિનયને જ કલ્યાણનો માર્ગ માનનારા. તેમના મતાનુસાર સમસ્ત ગુણોમાં વિનય સર્વ શ્રેષ્ઠ ગુણ છે. વિનયનું આચરણ કરનાર વ્યક્તિ ક્રમશઃ સર્વ ગુણોને પામે છે, તેથી સર્વનો વિનય કરવો, જે સામે હોય તેને નમસ્કાર કરવા, તે જ સાધના છે, સામી વ્યક્તિ ગમે તેવી હોય, ઉચ્ચ કક્ષાની હોય કે નિમ્નતમ કક્ષાની હોય, ધર્મની આરાધના કરે કે ન કરે પરંતુ તેને જોયા કે જાણ્યા વિના આપણે સર્વને એક સમાન માનીને નમસ્કાર કરવા તે જ સર્વ શ્રેષ્ઠ છે. તેના ૩ર ભેદ છે (૧) રાજાનો (૨) જ્ઞાની પુરુષનો (૩) વૃદ્ધનો (૪) માતાનો (૫) પિતાનો (૬) ગુરુનો (૭) ધર્મનો અને (૮) સુર્યનો; આ આઠનો મન, વચન અને કાયાથી વિનય કરવો અને બહુમાનપૂર્વક તેની ભક્તિ કરવી. આ રીતે ૮X૪ = ૩ર ભેદ થાય છે. ઉક્ત ચારે ય પ્રકારના એકાંતવાદીઓના ત્રણસો ત્રેસઠ મતોનું સ્યાદ્વાદની દષ્ટિથી નિરાકરણ
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy