SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] શ્રી સમવાયાંગ સૂત્ર અંગુલ માપની અપેક્ષાએ નાના મોટા હોય છે, તેની અહીં ગણના નથી. ચોવીસ અંગુલનો એક હાથ છે અને ચાર હાથનો એક દંડ થાય છે. આ રીતે (૨૪૮૪ = ૯૬) છન્ન અંગુલ પ્રમાણ એક દંડ હોય છે. આ રીતે ધનુષ વગેરે પણ છજું છવું અંગુલ પ્રમાણ હોય છે. સત્તાણુંમું સમવાય :११ मंदरस्स णं पव्वयस्स पच्चच्छिमिल्लाओ चरिमंताओ गोथूभस्स णं आवासपव्वयस्स पच्चच्छिमिल्ले चरिमंते एस णं सत्ताणउइ जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । एवं चउदिसिं पि । अट्ठण्हं कम्मपगडीणं सत्ताणउई उत्तरपगडीओ पण्णत्ताओ । हरिसेणे णं राया चाउरंतचक्कवट्टी देसूणाई सत्ताणउई वाससयाई अगारमज्झे वसित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए। ભાવાર્થ :- મંદર પર્વતના પશ્ચિમી ચરમાત્ત ભાગથી ગોસ્તુભ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્ત ભાગનું અંતર સત્તાણું હજાર યોજન છે. એવી રીતે ચારે ય દિશાઓમાં જાણવું જોઈએ. આઠે ય કર્મની ઉત્તર પ્રવૃતિઓ સત્તાણું (૧+૯+++૮+૪+૪૨+૨+૫=૯૭) છે. ચાતુરન્ત ચક્રવર્તી હરિફેણ રાજા કંઈક ન્યૂન સત્તાણું સો (૯૭૦૦) વર્ષ ગૃહસ્થવાસમાં રહીને મુંડિત થઈને ગૃહસ્થધર્મનો ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા. વિવેચન : મેરુ પર્વતના પશ્ચિમી ભાગથી જંબુદ્વીપનો પૂર્વીચરમાંત ભાગ પંચાવન હજાર યોજન છે અને તેનાથી ગોસ્તંભ પર્વતનો પશ્ચિમી ભાગ બેતાલીસ હજાર યોજન દૂર છે. તેને જોડવાથી (૫૫000 યોજન + ૪૨000 યોજન = ૯૭000 યોજન) ચારે ય આવાસ પર્વતોનું સત્તાણું હજાર યોજનાનું અંતર થાય છે. અઠ્ઠાણુમું સમવાય - १२ णंदणवणस्स णं उवरिल्लाओ चरिमंताओ, पंडयवणस्स हेट्ठिल्ले चरिमंते एस णं अट्ठाणउई जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ – નંદનવનના ઉપરી ચરમાંત ભાગથી પંડકવનના નીચલા ચરમાંત ભાગનું મધ્યવર્તી અંતર અટ્ટાણું હજાર યોજન છે. વિવેચન : નંદનવન સમભૂમિ ભાગથી પાંચસો યોજન ઊંચાઈ ઉપર અવસ્થિત છે અને તેની આઠે ય
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy