SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ એકાણથી એક સ સમવાય ૨૭૩ • એકાણુથી એક સો સમવાય | Tezzzzzzzzzz સમવાય સાર : પ્રસ્તુત પ્રસંગમાં એકાણુંથી સો સંખ્યાથી સંબંધિત વિષયોનું કથન છે, યથા– એકામા સમવાયમાં ભગવાન કુંથુનાથના ૯૧ હજાર અવધિજ્ઞાની શ્રમણો, બાણમા સમવાયમાં ગણધર ઈન્દ્રભૂતિનું ૯૨ વર્ષનું આયુષ્ય, ત્રાણુંમા સમવાયમાં ભગવાન ચંદ્રપ્રભના ૯૩ ગણ અને ૯૩ ગણધર, ભગવાન શાંતિનાથના ૯૩૦૦ ચૌદ પૂર્વધારી શ્રમણ, ચોરાણમા સમવાયમાં ભગવાન અજિતનાથના ૯૪00 અવધિજ્ઞાની શ્રમણ, પંચામા સમવાયમાં ભગવાન સુપાર્શ્વનાથના ૯૫ ગણ અને ૯૫ ગણધર, ભગવાન કુન્થનાથનું ૫ હજાર વર્ષનું આયુષ્ય, છનુંમા સમવાયમાં પ્રત્યેક ચક્રવર્તીઓના ૯૬ કરોડ ગામડાંઓ, સત્તાણુમા સમવાયમાં આઠ કર્મોની ૯૭ ઉત્તર પ્રવૃતિઓ, અઠ્ઠાણુમા સમવાયમાં રેવતી અને જ્યેષ્ઠા નક્ષત્ર સુધીનાં ૧૯ નક્ષત્રોના કુલ ૯૮ તારાઓ, નવ્વાણમા સમવાયમાં મેરુ પર્વતની ભૂમિથી ૯૯ હજાર યોજનની ઊંચાઈ, એકસોમા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથ અને ગણધર સુધર્મા સ્વામીનું 100 વર્ષનું આયુષ્ય વગેરે વિષયો છે. એકાણુમું સમવાય :| १ एकाणउई परवेयावच्च कम्मपडिमाओ पण्णत्ताओ । ભાવાર્થ :- બીજાની વૈયાવત્યરૂપ કર્મપ્રતિમાઓના એકાણું પ્રકાર છે. વિવેચન : બીજા રોગી સાધુ અને આચાર્ય આદિના ભક્તપાત, સેવા, શુશ્રુષા અને વિનય વગેરે વ્યવહારના વિશેષ સંકલ્પનું અહીં પ્રતિમા શબ્દથી કથન છે. વૈયાવૃત્યના એકાણું પ્રકારોનું વિવરણ આ પ્રમાણે છે. શુશ્રુષા વિનયના દસ પ્રકારઃ- (૧) દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરેથી ગુણાધિક પુરુષોનો સત્કાર કરવો. (૨) તેના આવવા પર ઊભા થવું. (૩) વસ્ત્રાદિ આપીને સન્માન કરવું. (૪) આસન લાવીને તેને બેસવા માટે પ્રાર્થના કરવી. (૫) આસન અનુપ્રદાન કરવું – તેઓનું આસન એક સ્થાન ઉપરથી બીજા સ્થાને લઈ જવું. (૬) કૃતિકર્મ કરવું. (વંદન કરવા) (૭) બંને હાથની અંજલિ જોડવી. (૮) ગુરુજનોના આવવા પર તેમની સામે જઈને સ્વાગત કરવું. (૯) ગુરુજનોના જવા પર સાત-આઠ કદમ તેમની પાછળ જવું. (૧૦) તેઓ બેસે પછી બેસવું. અનાશાતનાદિ ૬૦ પ્રકારઃ- (૧) તીર્થકર (ર) કેવળી પ્રજ્ઞપ્ત ધર્મ (૩) આચાર્ય (૪) વાચક (ઉપાધ્યાય)
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy